ભોજન પછી 15 દિવસ સુધી રોજ 2 એલચી ખાવ, હેલ્થ પર થશે આવી અસર?, એક્સપર્ટ પાસેથી જાણો

ભોજન પછી 15 દિવસ સુધી રોજ 2 એલચી ખાવ, હેલ્થ પર થશે આવી અસર?, એક્સપર્ટ પાસેથી જાણો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Elaichi Khavana Fayda : એલચી સુગંધિત, મીઠી અને ગરમ તાસીર ધરાવે છે. ઈલાયચી કે એલચી જેને ‘મસાલાની રાણી’ પણ કહેવામાં આવે છે. લીલી અને કાળી એમ બે પ્રકારની એલચી હોય છે. લીલી એલચીને આયુર્વેદમાં સાત્વિક અને ત્રિદોષ નાશક માનવામાં આવે છે, વાયુ, કફ અને પિત્ત ત્રણેયને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેની સુગંધ મનને શાંત કરે છે અને માનસિક તણાવ ઘટાડે છે.

પોષક તત્વોની વાત કરીએ તો એલાઇચીમાં વિટામિન સી, વિટામિન બી 6, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, આયર્ન અને ડાયેટરી ફાઇબર હોય છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને ઘટાડે છે. 

આયુર્વેદિક રીતે એલચી પાચનમાં સુધારો કરવામાં, ગેસ, બ્લોટિંગ અને એસિડિટી ઘટાડવામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ભારતીય યોગ ગુરુ, લેખક, સંશોધક અને ટીવી પર્સનાલિટી ડો.હંસા યોગેન્દ્ર જણાવે છે કે, નાની એલચી સ્વાદ, પાચન, શ્વસન સ્વાસ્થ્ય અને સંપૂર્ણ આયુર્વેદિક સંતુલન માટે ખૂબ જ અસરકારક છે. તે શ્વાસની દુર્ગંધને દૂર કરે છે અને મોઢાના બેક્ટેરિયાને ઘટાડે છે.

ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે જો 15 દિવસ સુધી દરરોજ બે એલાઇચીનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે.

હ્રદયને તંદુરસ્ત રાખે છે

એલચી એન્ટીઓકિસડન્ટથી ભરપૂર છે અને નેચરલ ડાયરિટકની જેમ કાર્ય કરે છે. તે શરીરમાંથી વધારાનું પાણી અને મીઠું દૂર કરવામાં મદદ કરે છે, જેથી બ્લડ વેસલ્સ પરનું દબાણ ઘટાડે છે.

કેટલાક અધ્યયનોએ શોધી કાઢ્યું છે કે નિયમિતપણે એલચી ખાવાથી બ્લડ પ્રેશર ધીમે ધીમે સામાન્ય સ્તર પર આવે છે, ખાસ કરીને જ્યારે બ્લડ પ્રેશર બોર્ડરલાઇન અથવા સહેજ ઊંચું હોય છે.

પાચન શક્તિ મજબૂત બનાવે છે

એલચી જઠરાગ્નિ એટલે ડાઇજેસ્ટિવ વધારે છે. તે ગેસ, બ્લોટિંગ હેવીનેસ અને ખોરાક ના પચવો જેવી સમસ્યાઓને ઘટાડે છે. ડાઇજેસ્ટિવ એંઝાઇમ્સના રિલીઝને વધારે છે, જેનાથી ખોરાક આંતરડામાં વધુ સરળતાથી આગળ વધે છે પાચન સારું રહે છે. ખાધા પછી 1-2 એલચી ચાવવાથી રાહત મળે છે.

શ્વાસની દુર્ગંધ દૂર કરે છે

એલચીના એસેંશિયલ તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે મોં અને આંતરડામાં બેક્ટેરિયાને ઘટાડે છે. આ મોઢાની દુર્ગંધ દૂર કરે છે અને શ્વાસને કુદરતી રીતે તાજગી આપે છે. પ્રાચીન પરંપરાઓમાં ખાધા પછી એલાઇચી ખાવી એક આયુર્વેદિક હાઇજીન પ્રેક્ટિસ માનવામાં આવતી હતી.

આ પણ વાંચો – દહીં કે છાશ, આંતરડાના સ્વાસ્થ્ય અને સારી પાચનશક્તિ માટે કયું છે વધારે બેસ્ટ? જાણો

શરદી અને સાઇનસમાં ફાયદાકારક છે

એલચીની પ્રકૃતિ ગરમ હોય છે, જે લાળને ઢીલી કરે છે અને ચેસ્ટ કંજેશનને ઘટાડે છે. તે બ્લોક નોઝ, સાઇનસની સમસ્યા, શરદી, અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી પરિસ્થિતિઓમાં રાહત આપે છે. 

શરીરને હળવું અને ડિટોક્સ કરે છે

દરરોજ 15 દિવસ સુધી એલાઇચીનું સેવન કરવાથી શરીર હળવું લાગે છે, બ્લોટિંગ ઓછું થાય છે અને પાચનમાં સુધારો થાય છે. શ્વાસ ફ્રેશ રહે છે અને શરીર ધીમે ધીમે ડિટોક્સ થાય છે. બ્લડ પ્રેશર પણ સુધરવા લાગે છે અને સાઇનસ સ્પષ્ટ લાગે છે.

(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *