ભારે કરી! 3 બાળકોની મા ભાણેજ સાથે ભાગી ગઈ, થોડા દિવસ પછી મોટા દીકરાના થવાના છે લગ્ન

ભારે કરી! 3 બાળકોની મા ભાણેજ સાથે ભાગી ગઈ, થોડા દિવસ પછી મોટા દીકરાના થવાના છે લગ્ન

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ગામમાં અલગ અલગ વાતો થઈ રહી છે. કોઈ તેને પારિવારિક ઝઘડાનું પરિણામ ગણાવી રહ્યા છે તો કોઈ સંબંધોની જટિલતાની મિસાલ.

News18
News18

અલીગઢ: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા વિસ્તારમાં હલચલ મચાવી દીધી છે. પાલીમુકીમપુર વિસ્તારના ગામ બીસનપુરમાં એક મહિલા પોતાના ભાણેજ સાથે કથિત રીતે ઘર છોડીને ભાગી ગઈ છે. નવાઈની વાત એ છે કે આ બધું એવા સમયે થયું, જ્યારે તેના મોટા દીકરાના લગ્ન 6 માર્ચના રોજ નક્કી કર્યા છે અને ઘરમાં શરણાઈઓ વાગવાની હતી.

પરિવારના જણાવ્યા અનુસાર, 25 જાન્યુઆરીના રોજ મહિલા અચાનક ઘરમાંથી નીકળી ગઈ હતી. આરોપ છે કે તે લગભગ એક લાખ રૂપિયા રોકડા અને ઘરમાંથી દાગીના લઈ ગઈ છે. પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે, ત્રણ બાળકોની માતાના આ પગલાથી ઘરમાં બેવડી માર પડી છે. એક તરફ સંબંધો પર સંકટ આવ્યું છે, તો વળી બીજી તરફ લગ્નની તૈયારીઓ પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે.

ગામમાં અલગ અલગ વાતો થઈ રહી છે. કોઈ તેને પારિવારિક ઝઘડાનું પરિણામ ગણાવી રહ્યા છે તો કોઈ સંબંધોની જટિલતાની મિસાલ. લગ્નની ઠીક પહેલા વરરાજાની માતાનું આવી રીતે જતું રહેવું સામાજિક રીતે પણ પરિવાર માટે અસહજ સ્થિતિ ઊભી કરે છે. કહેવાય છે કે લગ્નની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ હતી, પણ માહોલ ઉત્સવ કરતા તણાવનો વધી ગયો છે.

પતિનું કહેવું છે કે પત્નીની ગુમ થવાના કારણે લગ્નની તૈયારીઓ અટકી ગઈ છે. તેમણે પ્રશાસનને તરત શોધી લાવવાની ભલામણ કરી છે. જેથી પરિવારની સ્થિતિ સામાન્ય થઈ શકે અને નક્કી કરેલી તારીખે દીકરાના લગ્ન થઈ શકે.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરુ કરી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે મહિલાને શોધવાનું કામ શરુ કરી દીધું છે. પુરાવાના આધારે કામગીરી ચાલું છે. હાલમાં અલીગઢનો આ મામલો ખૂબ ચર્ચામાં છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *