ભારત 114 નવા રાફેલ ફાઇટર જેટ ખરીદશે, 90 જેટ ભારતમાં 50% સ્વદેશી સામગ્રી સાથે બનાવવામાં આવશે

ભારત 114 નવા રાફેલ ફાઇટર જેટ ખરીદશે, 90 જેટ ભારતમાં 50% સ્વદેશી સામગ્રી સાથે બનાવવામાં આવશે

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Rafale jets : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે (Defence Acquisition Council) ગુરુવારે ત્રણેય સેનાઓના ઘણા અધિગ્રહણ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. ઉચ્ચ અધિકારીઓએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમાં ફ્રાન્સ પાસેથી 114 રાફેલ લડાકુ વિમાન ખરીદવાનો કરાર પણ સામેલ છે. ડીએસીએ અમેરિકા પાસેથી 6 પી-8આઈ મેરીટાઇમ સર્વેલન્સ અને એન્ટી સબમરીન વોરફેર એરક્રાફ્ટની ખરીદીને પણ મંજૂરી આપી દીધી છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના ભારત પ્રવાસ પહેલા મંજૂરી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ભારત મુલાકાતના થોડા દિવસો પહેલા આ મંજૂરી આપવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે 114 રાફેલ લડાકુ વિમાનમાંથી 90 નું મેન્યુફેક્ચરિંગ ઘરેલું સ્તર પર કરવાનો પ્લાન છે. તેમાં લગભગ 50% સ્વદેશી સામગ્રી હશે.

આ પહેલા ભારતમાં બનનાર જેટમાં 30 ટકા સ્વદેશી સામગ્રીની વાત ચાલી રહી હતી. જોકે અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું કે પછીની વાટાઘાટોમાં તેને વધારીને 50 ટકાની આસપાસ કરવામાં આવશે. આ સિવાય ભારતને વિમાનમાં ભારતીય હથિયારો અને સિસ્ટમ લગાવવાનો સંપૂર્ણ અધિકાર હશે. વેપારી વાતચીત પૂર્ણ થયા પછી અને સુરક્ષા પરની કેબિનેટ સમિતિ દ્વારા અધિગ્રહણને મંજૂરી મળ્યા પછી અંતિમ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.

ભારતીય વાયુસેના પાસે હાલમાં 36 રાફેલ જેટ છે

ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ 36 રાફેલ વિમાન છે અને ભારતીય નૌકાદળ આગામી કેટલાક વર્ષોમાં કેરિયર ઓપરેશન્સ માટે 26 રાફેલ વિમાનોને સામેલ કરશે. રાફેલ વિમાનોની ખરીદીથી લોજિસ્ટિક્સ અને તાલીમનો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. આધુનિક ફાઇટર જેટ્સ ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ક્વોડ્રન ક્ષમતામાં જે અંતર છે તેને ભરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સ્ક્વોડ્રનની ક્ષમતા હાલમાં 42 ના મુકાબલે 29  છે.

6 પી -8આઈ મેરીટાઇમ સર્વેલન્સ ડીલને પણ મંજૂરી 

ડીએસીએ અમેરિકા પાસેથી6 પી-8આઈ મેરીટાઇમ સર્વેલન્સ અને એન્ટી સબમરીન વોરફેર એરક્રાફ્ટની ખરીદીને પણ મંજૂરી આપી છે. નવેમ્બર 2019માં ડીએસીએ 6 પી-8આઈ વિમાનોની ખરીદીને મંજૂરી આપી હતી. ત્યારબાદ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે એપ્રિલ 2021માં લગભગ 2.42 અબજ ડોલરના અંદાજિત ખર્ચે વેચાણને મંજૂરી આપી હતી. જોકે આ ડિલ પુરી થઈ શકી નથી. ત્યારબાદથી વિમાનની કિંમતમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.

આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કહ્યું – અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં ભારતના હિત વેચવામાં આવ્યા

ભારત અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી આ કરારની વિશિષ્ટતાઓ પર ચર્ચા કરી રહ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકી સંરક્ષણ વિભાગ અને બોઇંગના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ આ સંદર્ભે ભારતની મુલાકાતે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે સંરક્ષણ સચિવ આર.કે.સિંહ સાથે મુલાકાત કરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *