ભારત સામે નહીં રમવાની પાકિસ્તાનની ટણી તેને જ ભારે પડશે, ICCના પાવરથી હાથના કર્યા હૈયે વાગશે

ભારત સામે નહીં રમવાની પાકિસ્તાનની ટણી તેને જ ભારે પડશે, ICCના પાવરથી હાથના કર્યા હૈયે વાગશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

આઈસીસીના નિયમ સાથે ટણી કરવાનો મતલબ છે પાકિસ્તાન ક્રિકેટના પતનની શરૂઆત. આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પીસીબી માટે આ બહિષ્કાર કોઈ બહાદૂરી નહીં પણ એક આત્મઘાતી નિર્ણય સાબિત થઈ શકે છે.

News18
News18

નવી દિલ્હી: ક્રિકેટની દુનિયામાં ફરી એક વાર એ જ જૂનો ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે, જ્યાં મેદાન પર ઊતરતા પહેલા પાકિસ્તાન વાહિયાત ધમકી આપતું રહે છે. શ્રીલંકામાં યોજાનારી ટી20 વર્લ્ડ કપ 2026ની મેચ પહેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ રમવાની ના પાડી ખળભળાટ મચાવી દીધી છે. પણ શું પાકિસ્તાનમાં ખરેખર એટલી હિંમત છે કે તે આઈસીસીની સૌથી દૂધારુ મેચને ઠોકર મારી શકે? જમીની હકીકત જોઈએ તો આ પગલું ન ફક્ત હવામાં તીર ચલાવવા જેવું છે. ઇતિહાસ સાક્ષી છે કે પાકિસ્તાન હંમેશા રાજકીય પ્રેશર બનાવવા માટે આવી ધમકીઓ આપે છે પણ અંતે પોતાની ઓકાત પર આવી જાય છે. તેને ખબર છે કે આઈસીસીના નિયમ સાથે ટણી કરવાનો મતલબ છે પાકિસ્તાન ક્રિકેટના પતનની શરૂઆત. આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પીસીબી માટે આ બહિષ્કાર કોઈ બહાદૂરી નહીં પણ એક આત્મઘાતી નિર્ણય સાબિત થઈ શકે છે.

કેમ પાકિસ્તાન માટે બહિષ્કાર છે ડેથ વોરન્ટ?

પાકિસ્તાનને સારી રીતે ખબર છે કે આ બહિષ્કાર તેની ક્રિકેટિંગ ઇકોનોમીને બરબાદ કરી નાખશે. આ જ કારણ છે કે અસલમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરીએ ભારત વિરુદ્ધ કોલંબોના મેદાન પર ઉતરવા મજબૂર કરશે. પાકિસ્તાન પર થનારી સંભવિત એક્શનની લિસ્ટ એટલી લાંબી છે કે કોઈ પણ ક્રિકેટ બોર્ડ આવું જોખમ નહીં ઉઠાવે.

આઈસીસી ફંડ પર તાળું લાગશે- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું લગભગ 50 ટકાથી વધારે ખર્ચ આઈસીસીમાંથી મળતી રેવેન્યૂ શેરથી ચાલે છે. ભારત-પાક મેચ આઈસીસીની કમાણીનું એન્જિન છે. જો પાકિસ્તાન આ મેચનો બહિષ્કાર કરે છે તો આઈસીસી તેનું વાર્ષિક ફંડ રોકી શકે છે. આ પીસીબી માટે ડેથ વોરન્ટ જેવું હશે, કેમ કે તેમની પાસે ઘરેલુ સ્તર પર એટલા રૂપિયા નથી.

પૂર્ણ સભ્યપદનું સસ્પેન્શન- આઈસીસીના સંવિધાન અનુસાર, કોઈ પણ સભ્ય દેશ વૈશ્વિક ટૂર્નામેન્ટના કોમર્શિયલ હિતોને નુકસાન પહોંચાડી શકતા નથી. પાકિસ્તાન પર કંડક્ટ બ્રીચનો મામલો ચલાવીને તેનું સભ્ય પદ રદ અથવા સસ્પેન્ડ થઈ શકે છે. તેનો મતલબ એ હશે કે પાકિસ્તાન ભવિષ્યમાં કોઈ દેશ સાથે સત્તાવાર રીતે દ્વિપક્ષીય સિરીઝ નહીં રમી શકે.

ક્યારેય આઈસીસી ઇવેન્ટની મેજબાની નહીં મળે- જો પાકિસ્તાન 2026 વર્લ્ડ કપમાં આવી હરકત કરે છે તો આઈસીસી તેને ભવિષ્યમાં કોઈ પણ મોટી ઇવેન્ટની મેજબાની માટે અયોગ્ય ઘોષિત કરી દેશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાની પહેલા જ વિવાદોમાં છે. આવા સમયે પાકિસ્તાનનું આ વલણ તેમના હાથમાંથી અંતિમ મોકો પણ છીનવી લેશે.

આઈસીસી નિયમો જે અંતર્ગત પાકિસ્તાન પર થઈ શકે છે આ કાર્યવાહી

કોમર્શિયલ ડેમેજ નિયમ- આઈસીસી સાથે થનારા કરાર અનુસાર, દરેક સભ્ય દેશ આ ખાતરી આપવા માટે બંધાયેલા છે કે તે ટૂર્નામેન્ટના વ્યાવસાયિક હિતોને નુકસાન નહીં પહોંચાડે. ભારત વિ. પાકિસ્તાન મેચ આઈસીસીની કુલ રેવેન્યૂના લગભગ 40 ટકાથી 50 ટકા ભાગ કવર કરે છે. જો પાકિસ્તાન જાણી જોઈને મેચ નથી રમતું તો તેને ગંભીર ઉલ્લંઘન માનવામાં આવશે. જે અંતર્ગત આઈસીસીને અધિકાર છે કે તે પાકિસ્તાનના રેવેન્યૂ શેરને સંપૂર્ણપણે રોકી દે.

આઈસીસી સંવિધાનની ધારા 2.10- આઈસીસીના સંવિધાન અનુસાર, જો કોઈ સભ્ય દેશ વૈશ્વિક ક્રિકેટના હિતો વિરુદ્ધ કામ કરે છે અથવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે તો બોર્ડ પાસે તેનું સભ્ય પદ સસ્પેન્ડ કરવાની શક્તિ છે. 2019માં ઝિમ્બાબ્વે અને હાલમાં જ શ્રીલંકા ક્રિકેટ બોર્ડનું સસ્પેન્શન તેનું તાજું ઉદાહરણ છે.

દ્વિપક્ષીય સિરીઝ પર પ્રતિબંધ- જો કોઈ દેશનું સભ્ય પદ રદ થાય છે તો આઈસીસીનું ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ આ દેશ માટે રદ થઈ જાય છે. તેનો મતલબ એ છે કે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અથવા દક્ષિણ આફ્રિકા જેવી ટીમો પણ પાકિસ્તાન સાથે સત્તાવાર રીતે મેચ નહીં રમી શકે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *