ભારત પાકિસ્તાનને પછાડી બન્યું નંબર વન, 200 પ્લસ સ્કોર ચેઝ કરીને કમાલ કરી

ભારત પાકિસ્તાનને પછાડી બન્યું નંબર વન, 200 પ્લસ સ્કોર ચેઝ કરીને કમાલ કરી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IND vs NZ 2nd T20I : રાયપુરમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવના અણનમ 82 રન અને ઇશાન કિશનના 76 રનના મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી હતી. ટીમની બે વિકેટ માત્ર 6 રનમાં પડી ગઇ હતી છતા ભારતે આ મેચને એકતરફી બનાવી હતી. ભારતે 28 બોલ બાકી રાખ્યા હતા અને મેચ જીતી લીધી હતી. આ સાથે જ પાકિસ્તાનનો મોટો રેકોર્ડ તોડીને નંબર 1 ટીમ બની ગઇ છે.

ભારતે પાકિસ્તાનને પછાડ્યું

ભારતે ન્યૂઝીલેન્ડ સામે 15.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. એટલે કે 28 બોલ બાકી હતા ત્યારે મેચ જીતી લીધી હતી. આ સાથે ભારત 200 પ્લસના ટાર્ગેટનો પીછો કરતાં સૌથી વધુ બોલ બાકી હોય ત્યારે મેચ જીતનારો દેશ બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ પાકિસ્તાનના નામે નોંધાયો હતો, જેણે 2025માં ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે 24 બોલ બાકી હતા અને જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા આ યાદીમાં ત્રીજા ક્રમે છે.

સૌથી વધુ બોલ બાકી રાખીને 200+ ટાર્ગેટ ચેઝ કરનાર ટોપ 4 દેશો

  • 28 બોલ- ભારત વિ ન્યૂઝીલેન્ડ, રાયપુર, 2026 (લક્ષ્ય: 209) 
  • 24 બોલ- પાકિસ્તાન વિ ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ, 2025 (લક્ષ્ય: 205) 
  • 23 બોલ- ઓસ્ટ્રેલિયા વિ વેસ્ટ ઇન્ડીઝ, બાસેટેરે, 2025 (લક્ષ્ય: 215) 
  • 14 બોલ- દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઇન્ડીઝ, જોહાનિસબર્ગ, 2007 (લક્ષ્ય: 206)

ભારતે દક્ષિણ આફ્રિકાને પાછળ રાખ્યું

ભારતે છઠ્ઠી વખત ટી-20માં 200 પ્લસના ટાર્ગેટ ચેઝ કર્યો હતો અને વર્લ્ડ ક્રિકેટમાં તે ટી-20માં સૌથી વધારે 200 પ્લસનો ટાર્ગેટ ચેઝ કરનારા દેશોની યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે. ભારતે દક્ષિણ આફ્રિકાને પાછળ છોડી દીધું છે. જેણે 5 વખત આવી સિદ્ધિ મેળવી છે.  આ યાદીમાં ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે જ્યારે પાકિસ્તાનની ટીમ ચોથા સ્થાને છે.

આ પણ વાંચો – અભિષેક શર્મા ગોલ્ડન ડક પર આઉટ, ગિલ, ધવન સહિત આ ઓપનર્સની બરોબરી કરી

ટી-20માં સૌથી વધુ 200+ ટાર્ગેટ ચેઝ કરનાર દેશો

  • 7 – ઓસ્ટ્રેલિયા
  • 6 – ભારત 5
  • 5 – દક્ષિણ આફ્રિકા 
  • 4 – પાકિસ્તાન 
  • 3 – ઇંગ્લેન્ડ

ટી-20માં ભારત દ્વારા સફળતાપૂર્વક ચેઝ કરેલા સૌથી મોટા ટાર્ગેટ

  • 209 રન, vs ન્યુઝીલેન્ડ, રાયપુર 2026
  • 209 રન, vs ઓસ્ટ્રેલિયા, વિશાખાપટ્ટનમ 2023
  • 208 રન, vs વેસ્ટ ઇન્ડીઝ, હૈદરાબાદ 2018
  • 207 રન, vs શ્રીલંકા, મોહાલી 2009
  • 204 રન, vs ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ 2020
  • 202 રન, vs ઓસ્ટ્રેલિયા,  રાજકોટ 2013



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *