ભારત-પાકિસ્તાનની મેચ પર મોટી આફત આવવાના ભણકારા, કોલંબોમાંથી આવ્યા માઠા સમાચાર

ભારત-પાકિસ્તાનની મેચ પર મોટી આફત આવવાના ભણકારા, કોલંબોમાંથી આવ્યા માઠા સમાચાર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ગ્રુપ-એમાં હાલ ભારત અને પાકિસ્તાને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં બે-બે મેચ રમી છે. આ મેચમાં બંને ટીમોને જીત મળી છે. ભારતે યૂએસએ અને નામીબિયાને હરાવી ચાર પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે પાકિસ્તાને નેધરલેન્ડ અને યૂએસએ પર જીત નોંધાવી ચાર પોઈન્ટ લીધા છે.

News18
News18

નવી દિલ્હી: પહેલા પાકિસ્તાને ભારત સામે ટી20 વર્લ્ડ કપ મેચ નહીં રમવાનું નાટક કર્યું પણ આઈસીસી બેઠકમાં તેણે યૂટર્ન લેતા કહ્યું કે તેમની ટીમ આ મેચ રમશે. હવે જ્યારે 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં થનારી આ ભારત-પાકિસ્તાન મહાજંગ માટે ખેલાડીઓથી લઈને દુનિયાભરના ક્રિકેટ ચાહકો બધા તૈયાર છે, તો નવી આફત સામે આવી છે. હકીકતમાં આ મેચ પર સંકટના વાદળ છવાયેલા છે. આ વખતે પીસીબીએ કોઈ ડ્રામા નથી કર્યો, પણ ઇન્દ્રદેવ આ મેચની મજા બગાડી શકે છે. ભારત-પાકિસ્તાન મેચ પર વરસાદનો ખતરો મંડરાયો છે. કોલંબોથી આવેલી વેધર અપડેટને ચાહકોના ધબકારા વધારી દીધા છે.

જીત સાથે બંને ટીમોના ખાતામાં 4-4 પોઈન્ટ

ગ્રુપ-એમાં હાલ ભારત અને પાકિસ્તાને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં બે-બે મેચ રમી છે. આ મેચમાં બંને ટીમોને જીત મળી છે. ભારતે યૂએસએ અને નામીબિયાને હરાવી ચાર પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે પાકિસ્તાને નેધરલેન્ડ અને યૂએસએ પર જીત નોંધાવી ચાર પોઈન્ટ લીધા છે. જો કે ભારતીય ટીમ સારી રનરેટના કારણે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. પાકિસ્તાનની ટીમ બીજા નંબર પર છે. હવે આ બંને ટોપ-2 ટીમો ટકરાવાની છે. આ મેચની વિજેતા ટીમ સુપર-8માં જગ્યા બનાવી લેશે.

વરસાદ મેચમાં વિઘ્ન નાખશે

રવિવારે થનારી ભારત-પાકિસ્તન મેચની ક્રિકેટના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફણ હવામાન વિઘ્ન નાખી શકે છે. કોલંબોના હવામાન પૂર્વાનુમાન વધારે સારુ નથી. AccuWeather અનુસાર, રવિવારે કોલંબોમાં વાદળ છવાયેલા રહેશે અને અમુક જગ્યા પર વરસાદ થઈ શકે છે. આખા દિવસમાં 93 ટકા વરસાદની સંભાવના છે. સવારે 10 વાગ્યાથી સ્થાનિક સમય પર 60 ટકા વરસાદની સંભાવના છે. જે 11 વાગ્યે વધીને 62 ટકા થવાની સંભાવના છે. જ્યારે બપોરે 1 વાગ્યા પછી વરસાદની સંભાવના 58 ટકા છે.

સાંજે 5 વાગ્યે 53 ટકા અને સાંજના 7 વાગ્યે (મેચ શરુ થવાનો સમય) 9 ટકા વરસાદ થવાના અણસાર છે. ત્યાર બાદ આખી રાત વરસાદની સંભાવના 9 ટકાની આસપાસ બની રહેવાનું અનુમાન છે. તેનો મતલબ એ છે કે રાતની મેચ દરમ્યાન વરસાદની આશંકા ઓછી છે. જો કે દિવસમાં સતત વરસાદ થવાના કારણે ભીનું થયેલું આઉટફીલ્ડ મેચની શરુઆત કરવામાં મોડું કરી શકે છે. પૂર્વાનુમાન અનુસાર, 26 ટકા વંટોળ-તોફાનની સંભાવના છે. હાલમાં આશા તો એવી જ છે કે સાંજ સુધીમાં હવામાન સુધરી જશે, પણ દિવસમાં વરસાદ મેચની શરુઆત પર અસર પાડી શકે છે.

હવામાન વિભાગે આ જાણકારી આપી

Sri Lanka Division of Meteorology ના પ્રાકૃતિક આપદા પૂર્વ ચેતવણી કેન્દ્રે જાણકારી આપી છે કે 15 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ-પૂર્વી બંગાળની ખાડીમાં એક લો પ્રેશરનો એરિયા બનવાની સંભાવના છે. વિભાગના નિવેદનમાં કહેવાયું છે કે 15 ફેબ્રુઆરીની આસપાસ દક્ષિણ પૂર્વી બંગાળની ખાડી ઉપર એક લો પ્રેશરનો એરિયા બનવાની સંભાવના છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *