ભારતીય ક્રિકેટ ટીમનો 2026નો કાર્યક્રમ : 5 ટેસ્ટ, 18 વન ડે રમશે ટીમ ઇન્ડિયા, બે ICC ટાઇટલ અને 2 ગોલ્ડ મેડલ પર નજર

ભારતીય ક્રિકેટ ટીમનો 2026નો કાર્યક્રમ : 5 ટેસ્ટ, 18 વન ડે રમશે ટીમ ઇન્ડિયા, બે ICC ટાઇટલ અને 2 ગોલ્ડ મેડલ પર નજર

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Indian Cricket Staff Schedule 2026 : ભારતીય ક્રિકેટ ટીમ માટે 2025નું વર્ષ વ્હાઇટ બોલમાં શાનદાર રહ્યું હતું. જ્યારે ટેસ્ટ મેચમાં ટીમ માટે નિરાશાજનક રહ્યું હતું. હવે તૈયારી 2026ની છે, જેમાં ટી-20 વર્લ્ડ કપ, એશિયન ગેમ્સ તેમજ વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026 યોજાશે. આટલું જ નહીં વર્ષ 2026માં ભારતીય ટીમ વન ડે વર્લ્ડ કપ 2027ની પણ તૈયારી કરશે.

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ વર્ષ 2026માં ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વન ડેની શ્રેણી સાથે પોતાના અભિયાનનો પ્રારંભ 11 જાન્યુઆરીથી કરશે. આ પછી પાંચ મેચની ટી-20ની શ્રેણી રમાશે. ત્યારબાદ  7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ટી 20 વર્લ્ડ કપ 2026 રમાશે. વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ વર્ષના અંત સુધીમાં લગભગ 5 ટેસ્ટ અને 15 વન ડે રમશે.

બે આઈસીસી ટાઈટલ અને 2 ગોલ્ડ મેડલ દાવ પર

વર્ષ 2026 ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ માટે જેટલું મહત્વનું છે તેટલું જ મહિલા ક્રિકેટ ટીમ માટે પણ મહત્વનું છે. વર્ષ 2025માં મેન્સ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ જીત્યું હતુ, જ્યારે મહિલા ટીમે વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો. હવે ફરી એકવાર મહિલા અને પુરુષ ટીમોની નજર વર્ષ 2026માં એક-એક આઇસીસી ટાઈટલ પર રહેશે. આ વર્ષે પુરૂષ અને મહિલા બંને ટી-20 વર્લ્ડ કપ રમશે.

આ પણ વાંચો – કોણ છે ખુશી મુખર્જી, જેણે સૂર્યકુમાર યાદવ પર લગાવ્યો મેસેજ કરવાનો આરોપ

એશિયન ગેમ્સ 2023માં ભારતીય મેન્સ ટીમે ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સી હેઠળ અને હરમનપ્રીત કૌરની કેપ્ટન્સી હેઠળની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચાલુ વર્ષે પણ બે ગોલ્ડ મેડલ દાવ પર લાગશે. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટને હટાવી દેવામાં આવ્યું છે. ગત સિઝનમાં ભારતની મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ કાર્યક્રમ 2026

શ્રેણી/ટૂર્નામેન્ટ્સ યજમાન દેશ ફોર્મેટ મેચ તારીખ
ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ ભારત વન-ડે, ટી-20 3 વન-ડે, 5 ટી-20 મેચ 11-31 જાન્યુઆરી 2026
ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત/શ્રીલંકા ટી-20 49 ટી-20 7 ફેબ્રુઆરી – માર્ચ 8, 2026
આઈપીએલ 2026 ભારત ટી-20 27 માર્ચ – 31 મે 2026
અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ ભારત વન-ડે, ટેસ્ટ 1 ટેસ્ટ, 3 વન-ડે જૂન 2026
ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ ઇંગ્લેન્ડ વન-ડે, ટી-20 3 વન-ડે, 5 ટી-20 મેચ 1-19 જુલાઈ 2026
ભારતનો શ્રીલંકા પ્રવાસ શ્રીલંકા ટેસ્ટ 2 ટેસ્ટ (ડબલ્યુટીસીનો ભાગ) ઓગસ્ટ 2026
ભારત બાંગ્લાદેશ પ્રવાસ * બાંગ્લાદેશ વન-ડે, ટી-20 3 વન-ડે, 5 ટી-20 મેચ સપ્ટેમ્બર 2026
એશિયન ગેમ્સ 2026* જાપાન ટી-20 1-3 ટી-20 19 સપ્ટેમ્બર – 4 ઓક્ટોબર 2026
ભારતનો અફઘાનિસ્તાન પ્રવાસ* ન્યૂટ્રલ ટી-20 3 ટી-20 સપ્ટેમ્બર/ઓક્ટોબર 2026
વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ ભારત વન-ડે, ટી-20 3 વન-ડે, 5 ટી-20 મેચ ઓક્ટોબર/નવેમ્બર 2026
ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ, વન-ડે, ટી-20 2 ટેસ્ટ, 3 વનડે, 5 ટી-20 નવેમ્બર/ડિસેમ્બર 2026

વર્ષ 2026 માટે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ કાર્યક્રમ

શ્રેણી/ ટૂર્નામેન્ટ્સ યજમાન ફોર્મેટ મેચ તારીખ
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ, વન-ડે, ટી-20 1 ટેસ્ટ, 3 વનડે, 3 ટી-20 15 ફેબ્રુઆરી – 9 માર્ચ 2026
ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ ઇંગ્લેન્ડ ટી-20 3 ટી-20 આંતરરાષ્ટ્રીય 28 મે – જૂન 2, 2026
આઈસીસી મહિલા ટી 20 વર્લ્ડ કપ 2026 ઇંગ્લેન્ડ ટી-20 મુખ્ય ટુર્નામેન્ટ્સ 12 જૂન – 5 જુલાઈ, 2026
ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ ઇંગ્લેન્ડ ટેસ્ટ એકમાત્ર ટેસ્ટ (લોર્ડ્સ) 10મી જુલાઈ – 13મી જુલાઈ 2026
એશિયન ગેમ્સ 2026 જાપાન ટી-20 ટી-20 ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બર – 4 ઓક્ટોબર 2026



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *