ભાઈનું ઉપરાણું લઈ અલ્પેશ કથીરિયાએ કરી મારામારી

ભાઈનું ઉપરાણું લઈ અલ્પેશ કથીરિયાએ કરી મારામારી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



પાટીદાર અનામત આંદોલન સમયે ચર્ચામાં રહેલા પાસના નેતા અલ્પેશ કથીરિયા ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. અલ્પેશ અને તેમના ભાઈ વિરુદ્ધ પતંગ ખરીદવા આવેલા ગ્રાહકોને માર મારવા મામલે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. બનવા અંગેની મળતી વિગત પ્રમાણે ઉત્તરાયણના તહેવાર પર અલ્પેશ કથિરીયાના ભાઈએ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પતંગનો સ્ટોલ શરૂ કર્યો હતો, જ્યાં અલ્પેશ કથિરીયાના ભાઈ અને એક ગ્રાહકને પતંગના ભાવ બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સમયે અલ્પેશ કથિરીયાએ તેમના ભાઈનું ઉપરાણું લઈને ગ્રાહકો સાથે ઝપાઝપી કરી હતી અને તેમને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *