નાણાકીય વર્ષ 2027 સુધીમાં ચાંદીના ભાવમાં 60% સુધીનો ઘટાડો થવાની ધારણા છે. પેસ 360 ના ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અમિત ગોયલ કહે છે કે, કોઈપણ કાચા માલનો ઉપયોગ વ્યવસાયમાં ત્યાં સુધી થાય છે જ્યાં સુધી તે બિઝનેસ માટે નફાકારક હોય, પરંતુ જ્યારે તે નુકસાન કરવાનું શરૂ કરે છે, એટલે કે, તે ઊંચા ભાવે ઉપલબ્ધ થાય છે, ત્યારે તેના અન્ય ઓપ્શન્સ શોધવામાં આવે છે.

