બાંગ્લાદેશમાં બે સપ્તાહમાં ત્રીજા હિન્દુ યુવકની હત્યા, ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો

બાંગ્લાદેશમાં બે સપ્તાહમાં ત્રીજા હિન્દુ યુવકની હત્યા, ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Bangladesh Hindu man killed  : બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મોત બાદ શરૂ થયેલી હિંસા અટકી રહી નથી. હિંસક લોકોએ સરકારની નાકમાં દમ કરી દીધો છે. બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લામાં વધુ એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે. બૃજેન્દ્ર વિશ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બૃજેન્દ્ર વિશ્વાસ ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો

થોડા દિવસો પહેલા જ આ જ જિલ્લામાં દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકને ટોળાએ માર માર્યો હતો અને પછી ઝાડ સાથે બાંધીને જીવતો સળગાવી દીધો હતો.

ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો

બાંગ્લાદેશના મીડિયાના જણાવ્યા અનુસાર બૃજેન્દ્ર વિશ્વાસ ભાલુકા ઉપનગરના મેહેરબારી વિસ્તારમાં સુલતાના સ્વેટર્સ લિમિટેડ ફેક્ટરીમાં કામ કરતો હતો. તે અહીંની ફેક્ટરીની સુરક્ષા માટે 20 અંસાર સભ્યો (ગાર્ડ)માંનો એક હતો. સોમવારે સાંજે લગભગ 06.30 વાગ્યે બૃજેન્દ્ર વિશ્વાસ તેના ભાગીદાર નોમાન મિયાં સાથે બેઠો હતો, ત્યારબાદ નોમાને બંદૂકથી બ્રિજેન્દ્ર પર ગોળીબાર કર્યો હતો.

વિવાદ વગર ગોળી મારી

ગોળી બૃજેન્દ્રને ડાબી સાથળમાં વાગી હતી, લાંબા સમય પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. લબીબ ગ્રુપના પ્રભારી અંસાર સભ્ય એપીસી મોહમ્મદ અઝહરે જણાવ્યું હતું કે ઘટના સમયે બંને વચ્ચે કોઈ વિવાદ ન હતો.

તેમણે કહ્યું કે તે બંને ઓરડામાં બેઠા હતા ત્યારે અચાનક નોમાને તેની શોટગન બૃજેન્દ્ર તરફ તાકી અને બૂમ પાડીને કહ્યું કે ગોળી મારી દેશે. ત્યારબાદ તેણે ગોળીબાર કર્યો હતો અને પછી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જોકે પોલીસે આરોપી નોમાનની ધરપકડ કરી છે.

બે અઠવાડિયામાં 3 હિન્દુ યુવકની હત્યા 

ઉલ્લેખનીય છે કે 24 ડિસેમ્બરે એક હિન્દુ યુવકની ટોળાએ માર મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના રાજબારી જિલ્લાના હોસેનડાંગા ગામમાં બની હતી. પોલીસે મૃતકની ઓળખ 29 વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે કરી હતી. પોલીસે કહ્યું હતું કે અમૃત વિરુદ્ધ પાંગશા પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધાયેલા છે. ટોળાએ ખંડણીના આરોપમાં તેની હત્યા કરી હતી.

આ ઉપરાંત 18 ડિસેમ્બરે ઢાકા નજીક ટોળાએ હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા કરી હતી અને પછી નગ્ન કરીને ઝાડ સાથે બાંધી સળગાવી દીધો હતો. ટોળાએ દીપુ પર ઇશનિંદાનો આરોપ લગાવ્યો હતો. જોકે પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *