
જીવનશૈલી | સવારે વહેલા ઉઠીને બનાવેલો સ્વાદિષ્ટ નાસ્તો આખો દિવસ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકે છે. ઘણા લોકો નાસ્તામાં ઢોસા ખાવાનો આનંદ માણે છે. તમે કદાચ ઘણા પ્રકારના ઢોસા ખાધા હશે. પરંતુ શું તમે મગની દાળના ઢોસા ખાધા છે?
મગ દાળ ઢોસા સરળતાથી ઓછા સમયમાં બની જાય છે, આ ઉપરાંત તે હેલ્ધી છે કારણ કે એમાં સામાન્ય ઢોસા કરતા પ્રોટીન વધુ હોય છે, અહીં જાણો સરળ મગ દાળ ઢોસા રેસીપી
મગ દાળ ઢોસા રેસીપી
સામગ્રી
1 કપ મગની દાળ
પાણી જરૂર મુજબ
2 ચમચી ચોખાનો લોટ
મીઠું સ્વાદ મુજબ
1 ડુંગળી (બારીક સમારેલી)
1 ઇંચ આદુ (બારીક સમારેલું)
1 લીલું મરચું (બારીક સમારેલું)
થોડું તેલ
ખાટું મીઠું ભરેલા ટામેટા શાક રેસીપી, અલગ રીતે કરો ટ્રાય, બનશે મજેદાર!
મગ દાળ ઢોસા બનાવાની રીત
સૌ પ્રથમ લીલી મગની દાળ ઢોસા બનાવવા માટે, સૌપ્રથમ દાળને 8 કલાક પલાળી રાખો. તેને પલાળ્યા પછી, તેનું મિશ્રણ બનાવવું સરળ બનશે. હવે તેને મિક્સરમાં નાખો, તેમાં પાણી, આદુ અને લીલા મરચાં ઉમેરો અને પેસ્ટ બનાવો.
રાત્રે પિસ્તા કેમ ખાવા જોઈએ? જાણીને તમને પણ લાગશે નવાઈ !
પછી તેને એક બાઉલમાં કાઢી, તેમાં મીઠું અને ચોખાનો લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ પછી ગેસ પર એક પેન મૂકો ગરમ થાય એટલે ગરમ ગરમ ક્રિસ્પી થાય એવા ઢોસા ઉતારો. અને ઉપર સમારેલી ડુંગળી ઉમેરો. ઢોસા રાંધાઈ ગયા પછી તેને ગરમાગરમ ચટણી સાથે પીરસો.
