હેલ્થ ડેસ્ક | આજની ભાગદોડ ભરી જિંદગી અને બહારના જંકફૂડના કારણે ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જેને કારણે આંતરડા અને પાચન તંત્ર નબળું પડે છે અને લોકો તરત જ દવાઓ લેવાનું શરૂ કરી દે છે, પરંતુ શું તમે જાણો છો કે તેનો કાયમી ઇલાજ તમારા રસોડામાં જ છે?
AIIMS, હાર્વર્ડ અને સ્ટેનફોર્ડથી તાલીમ પામેલા જાણીતા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો. સૌરભ સેઠી કહે છે કે, “સાચું પાચન દવાથી નહીં, પણ સાચા ભોજનથી શરૂ થાય છે.” તેમણે એવા 8 મસાલા વિશે જણાવ્યું છે જે આંતરડા (Intestine Well being) અને પાચન માટે દવાનું કામ કરે છે.
આંતરડાને સ્વસ્થ રાખતા 8 ચમત્કારી મસાલા
હળદર (Turmeric)
હળદરમાં રહેલું કરક્યુમિન આંતરડાનો સોજો ઘટાડે છે અને સારા બેક્ટેરિયામાં વધારો કરે છે. રાત્રે હળદરવાળું દૂધ પીવું પાચન માટે શ્રેષ્ઠ છે.
આદુ (Ginger)
જો તમને ગેસ કે ઉબકા આવતા હોય તો આદુ રામબાણ છે. તે પેટ સાફ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
વરિયાળી (Fennel)
જમ્યા પછી વરિયાળી ચાવવાથી આંતરડાના સ્નાયુઓને આરામ મળે છે અને ફસાયેલો ગેસ સરળતાથી બહાર નીકળી જાય છે.
જીરું (Cumin)
જીરું પાચન એન્ઝાઇમ્સને સક્રિય કરે છે. IBS (ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ) થી પીડાતા લોકો માટે શેકેલું જીરું ખૂબ જ ફાયદાકારક છે.
તજ (Cinnamon)
તજ બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે અને આંતરડામાં આવતા સોજાને ઘટાડે છે. તેને કોફી કે ઓટ્સમાં ઉમેરી શકાય છે.
ફુદીનો (Peppermint)
પેટના દુખાવામાં ફુદીનો તરત રાહત આપે છે. જોકે, એસિડ રિફ્લક્સની સમસ્યા હોય આનો ઉપયોગ ટાળવો જોઈએ.
લસણ (Garlic)
લસણ એક કુદરતી ‘પ્રીબાયોટિક’ છે જે આંતરડાના સારા બેક્ટેરિયાને પોષણ આપે છે.
ધાણા (Coriander)
ધાણા ગેસ અને અપચો ઘટાડવામાં મદદ કરે છે અને પાચનતંત્રને શાંત રાખે છે.
સ્વસ્થ જીવનશૈલી માટે આ પણ અપનાવી જુઓ
તમારા પાચનતંત્રની સુધારણા તમારી થાળીથી શરૂ થાય છે. આ 8 મસાલાને નિયમિત આહારમાં સામેલ કરવાથી તમે પેટની ગંભીર બીમારીઓથી બચી શકો છો. તમારા આંતરડા અને પાચન તંત્ર સ્વસ્થ બનશે.
જાણવા જેવા FAQ
પાચન સુધારવા માટે કયા મસાલા શ્રેષ્ઠ છે?
હળદર અને આદુ પાચન માટે સૌથી અસરકારક માનવામાં આવે છે કારણ કે તે સોજો ઘટાડે છે અને પાચન પ્રક્રિયા ઝડપી બનાવે છે.
શું ગેસની સમસ્યા માટે વરિયાળી ખાવી જોઈએ?
હા, જમ્યા પછી વરિયાળી ખાવાથી પેટમાં ફસાયેલો ગેસ દૂર થાય છે અને અપચો થતો નથી. પાચન સરળ બને છે.
ડો. સૌરભ સેઠી કોણ છે?
ડો. સૌરભ સેઠી જાણીતા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે જેમણે AIIMS અને હાર્વર્ડ જેવી સંસ્થાઓમાંથી અભ્યાસ કર્યો છે.
