પિચ ક્યૂરેટર કોને કહેવાય? જેના વગર એકપણ મેચ શક્ય નથી, પિચ ક્યૂરેટર બનવા શું કરવું અને કેટલો હોય છે પગાર?

પિચ ક્યૂરેટર કોને કહેવાય? જેના વગર એકપણ મેચ શક્ય નથી, પિચ ક્યૂરેટર બનવા શું કરવું અને કેટલો હોય છે પગાર?

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ક્રિકેટમાં કોઈપણ શાનદાર મેચ માટે એક સારી પિચ હોવી જરૂરી હોય છે. એવામાં એક પિચ માટે સારો ક્યૂરેટર હોવો જરૂરી છે અને ક્યૂરેટર જ પિચના દિશા નિર્દેશ નક્કી કરે છે. પણ શું તમને ખબર છે પિચ ક્યૂરેટર કોને કહેવાય? તેનું કામ શું હોય છે?

પિચ ક્યૂરેટરનો પગાર કેટલો હોય?
પિચ ક્યૂરેટરનો પગાર કેટલો હોય?

અમદાવાદ: ક્રિકેટ આપણા ભારતમાં તહેવારની જેમ ઉજવાય છે. હાલ ટી20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, જેમાં 20 ટીમો રમી રહી છે જેમાંથી 8 એશિયાની ટીમો સામેલ છે. આ ટુર્નામેન્ટની સૌથી ખાસ વાત એ રહી છે કે, અંડરડોગ નેશન અને એસોસિએટ ટીમો શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. લગભગ તમામ મેચોમાં ટીમો એટલું શાનદાર પ્રદર્શન કરી રહી છે કે, ટુર્નામેન્ટનો રોમાંચ ડબલ થઈ ગયો છે. જો કે, કોઈપણ શાનદાર મેચ માટે એક સારી પિચ હોવી જરૂરી હોય છે. એવામાં એક પિચ માટે સારો ક્યૂરેટર હોવો જરૂરી છે અને ક્યૂરેટર જ પિચના દિશા નિર્દેશ નક્કી કરે છે. પણ શું તમને ખબર છે કે, એક પિચ ક્યૂરેટરને એક મેચ માટે કેટલા રૂપિયા મળે છે અને તેનો પગાર કેટલો હોય છે?

જણાવી દઈએ કે, ક્યૂરેટર કોઈપણ મેચમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં મેદાનમાં મેચ કઈ દિશામાં રમાશે તેનો નિર્ણય પણ પિચ ક્યૂરેટર લે છે, જેમ કે પિચને ભીની રાખવી છે કે સૂકી, ઘાસ કેટલું રાખવું છે. આ રીતે તમામ નિર્ણય ક્યૂરેટર લે છે. આ કોઈ સામાન્ય પોસ્ટ નથી, અહીં સુધી પહોંચવા માટે બીસીસીઆઈનો સર્ટીફિકેટ કોર્સ પાસ કરવો પડે છે અને પિચની સારી સમજ અને અનુભવ હોવો જોઈએ. જણાવી દઈએ કે, આપણા દેશમાં બીસીસીઆઈ સિવાય ઘણાં ક્રિકેટ એસોસિએશન ક્યૂરેટરની પોસ્ટ માટે ભરતી જાહેર કરે છે.

પિચ ક્યૂરેટર બનવું કોઈ સામાન્ય વાત નથી, તેના માટે ક્રિકેટની સારી સમજની સાથે સાથે ગ્રાઉન્ડ પર કામ કરવાનો પણ સારો એવો અનુભવ હોવો જરૂરી છે. તેની સાથે જ ઘણી સ્કિલમાં પણ નિપુર્ણ હોવું જરૂરી છે. એવામાં તમે જાણવા માગો છો કે, ક્યૂરેટર કેવી રીતે બની શકાય, તો આવો અમે તમને સરળ ભાષામાં જણાવીએ.

સૌથી પહેલા તમારે બીસીસીઆઈ દ્વારા ક્યૂરેટર સર્ટીફિકેશન કોર્સ પૂરો કરવો પડશે. આ માટે બીસીસીઆઈ લેવલ 1 કોર્સ પણ કરાવે છે. તેની સાથે ઘણી જાણીતી સંસ્થાઓ પણ આ કોર્સ કરાવે છે અને પછી ભારત સહિત ઘણાં ક્રિકેટ એસોસિએશન ક્યૂરેટરની જગ્યા માટે ભરતી બહાર પાડે છે.

જણાવી દઈએ કે, પિચ ક્યૂરેટરનો પગાર તેના કામ પર નક્કી થાય છે. જો સ્ટેટ બોર્ડના પિચ ક્યૂરેટરની વાત કરીએ તો તેને 20-30 હજાર રૂપિયા મહિને મળે છે. જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડના પિચ ક્યૂરેટરના પગારની વાત કરીએ તો, તેનો પગાર 40-80 હજારની આસપાસ હોય છે. તેની સાથે જ પિચ ક્યૂરેટરને સેલેરી સિવાય દરેક મેચના હિસાબે ભથ્થું પણ આપવામાં આવે છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/Career/

પિચ ક્યૂરેટર કોને કહેવાય? જેના વગર એકપણ મેચ શક્ય નથી, પિચ ક્યૂરેટર બનવા શું કરવું અને કેટલો હોય છે પગાર?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *