પતિનાં જન્મદિવસ પર રોમેન્ટિક થઈ કિયારા અડવાણી, સિદ્ધાર્થ માટે ગાયું સ્પેશિયલ સોન્ગ; જોઈ લો લેટેસ્ટ વીડિયો

પતિનાં જન્મદિવસ પર રોમેન્ટિક થઈ કિયારા અડવાણી, સિદ્ધાર્થ માટે ગાયું સ્પેશિયલ સોન્ગ; જોઈ લો લેટેસ્ટ વીડિયો

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

કિયારા અડવાણીએ એનાં પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાનાં જન્મદિવસ પર એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો વાયરલ થયો છે. કિયારાએ આ ખાસ અંદાજમાં બર્થડે વિશ કરી છે.

Image Source: INSTAGRAM@KIARAALIAADVANI
Picture Supply: INSTAGRAM@KIARAALIAADVANI

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આજ રોજ એટલે કે શુક્રવારે એનો 41મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ ખાસ દિવસ પર પત્ની અને અભિનેત્રી કિયારા અડવાણીએ પતિ માટે સ્પેશિયલ સોન્ગ ગાયું છે. આ સોન્ગનો વીડિયો સામે આવ્યો છે. કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થની એક તસવીર, બર્થડે કેક અને સ્પેશિયલી સોન્ગ ગાતો એક વીડિયો શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે સારાયાને સૌથી ગમતો વ્યક્તિ અને સૌથી ખૂબસુરત, અંદરથી બહાર સુધી. હજુ પણ તમારા પર ફિદા છું, હવે અમારી નાની દીકરી તમારા પર ફિદા છે. હેપ્પી બર્થડે પતિદેવ.

ફેન્સે બર્થડે વિશ કરી

જો કે અભિનેત્રીનો આ વીડિયો વાયરલ થઈ ગયો છે. ફેન્સે આ વીડિયો પર કોમેન્ટ્સ કરીને બર્થડે વિશ કરી છે. એક યુઝરે લખ્યું છે કે અનેક વર્ષો સુધી કિયારાનાં ગમતાં વ્યક્તિ અને હવે સારાયાનાં સૌથી પ્રેમભર્યા વ્યક્તિને જન્મદિવસની શુભકામનાઓ. કૃતિ સેનન, ગીતૂ મોહનદાસ અને દીયા મિર્ઝા સહિત અનેક હસ્તીઓએ પોસ્ટ લાઇક કરીને બર્થડે વિશ કરી છે. આ સાથે અનેક લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે.

બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ સિદ્ધાર્થ અને કિયારાએ 2023માં લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ અઢી વર્ષ બાદ આ વર્ષે 15 જુલાઈમાં કપલના ઘરે પારણું બંધાયું હતું. સરાયાહ મલ્હોત્રા. દીકરીનું નામ સિદ્ધાર્થ અને કિયારાએ પોતાના નામ સાથે જોડીને ‘સરાયાહ’ રાખ્યું છે. અહીં સિદ્ધાર્થના નામમાંથી ‘સ’ અને કિયારાના નામમાંથી ‘રા યા’ લીધું છે.

કિયારા અડવાણી લાસ્ટમાં અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ વોર 2માં હ્રતિક રોશન અને જૂનિયર એનટીઆરની સાથે જોવા મળી હતી. હવે એક્શન થ્રિલર ફિલ્મ ટોક્સિકમાં જોવા મળશે. આ ફિલ્મ 19 માર્ચ 2026 નાં રોજ રિલીઝ થશે. આમ, તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થની લવસ્ટોરી પણ એક ફિલ્મનાં સેટ પરથી શરૂ થઈ હતી. આ ફિલ્મનું નામ શેરશાહ. આ ફિલ્મમાં બન્નેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ પડી હતી. આ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ત્યારબાદ બન્નેને પ્રેમ થયો અને લગ્ન કર્યાં.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *