મંદિરોમાં હવે ભગવાન પણ સલામત નથી! વડોદરામાં તસ્કરોએ ભગવાનના ધામને પણ ન બક્ષ્યું. શહેરના આજવા રોડ પર આવેલા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા. ચોરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ભગવાન પર ચઢાવેલું ચાંદીનું મોટું છત્ર, નાનું છત્ર અને કિંમતી આભૂષણો ચોરી લીધા. એટલું જ નહીં, મંદિરની દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમ પર પણ હાથફેરો કર્યો. પ્રાથમિક અંદાજ મુજબ કુલ 45 હજારથી વધુની મત્તાની ચોરી થઈ છે. ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તસ્કરોનું પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Source link
