જો જવાબ ના છે, તો આ બેદરકારી ભારે પડી શકે છે. કેમ કે, જો આધારની જાણકારી ખોટા હાથે પડી જાય, તો તમારા નામે ઘણાં એવા કામ થઈ શકે છે, જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. રાહતની વાત એ છે કે, UIDAIએ એક એવી સિસ્ટમ બનાવી છે. જેનાથી તમે ઘરે બેઠા મિનિટોમાં એ ચેક કરી શકો છો કે, તમારા આધારનો ઉપયોગ ક્યાં અને શેના માટે થયો છે.

