દ્વારકા: જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે ડેમના પાણી દરિયામાં ભળતા હોયે તેવા સુંદર દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. દાવા પ્રમાણે ગોજીનેશ ગામમાં આવેલો ડેમ ઓવરફ્લો થતાં તેના પાણી દરિયામાં ભળતું જોવા મળ્યું હતું. આ નજારાને સ્થાનિકે પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. મહત્વનું છે કે દ્વારકા જિલ્લાના કલ્યાણપુરા તાલુકામાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
Source link
