દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ખાસ કરીને રાવલ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારે બાજુ પાણી જ પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે કલ્યાણપુર તાલુકાના રાવલ સહિતના વિવિધ પંથકમાં સર્જાયેલી તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ચો તરફ પાણી-પાણી જ ફેલાયેલું છે. મહત્વનું છે કે ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. જ્યારે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં રહેલા મકાનોમાં પણ પાણી ઘૂસી જતાં જનજીવનને માઠી અસર પડી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 24 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Source link
