Hero Flex Gasoline Bike Splendor Plus And HF Deluxe Launch : હોરો મોટોકોર્પ કંપનીએ ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ બાઇક સ્પ્લેન્ડર પ્લસ અને એચએફ ડિલક્સ લોન્ચ કરી છે. આ બંને બાઇક 85 ટકા સુધી ઇથેનોલ બ્લેન્ડ પેટ્રોલથી ચાલી શકે છે. આ બાઇકનું એન્જિન 100 સીસી ક્ષમતા ધરાવે છે. દેશના કેન્દ્રીય રોડ મંત્રી નીતિન ગડકરી અને પેટ્રોલિયમ ગેસ મંત્રી હરદીપ સિંહની હાજરીમાં દેશની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ બાઇક રજૂ કરવામાં આવી છે. આ બંને બાઇક 97.2 સીસીનું એન્જિન આવે છે, જે E85 સુધીના ઇથેનોલ મિક્સ પેટ્રોલ પર ચાલવામાં સક્ષમ છે. ચાલો જાણીયે હીરો ફ્લેક્સ ફ્યુઅલ બાઇકની કિંમત, એન્જિન માઇલેજ રેન્જ અને ખાસિયત
Hero Flex Gasoline Bike કિંમત
હીરો ફ્લેક્સ ફ્યુઅલ બાઇકની કિંમતની વાત કરીયે તો હીરો સ્પ્લેન્ડર પ્લસ ફ્લેક્સ ફ્યુઅલ મોટરસાઇકલની કિંમત એક્સ શોરૂમ 82710 રૂપિયા છે. તો HF ડિલક્સ ફ્લેક્સ ફ્યુઅલ બાઇકની એક્સ શોરૂમ કિંમત 72792 રૂપિયા છે. કંપની જુલાઇ 2026થી દિલ્હી અને મહારાષ્ટ્રમાં આ બાઇકનું વેચાણ શરૂ કરશે અને ત્યારબાદ દેશના અન્ય શહેરોમાં વેચાણ કરશે.
હીરો ફ્લેક્સ ફ્યુઅલ બાઇકની ખાસિયત
હીરો ફ્લેક્સ ફ્યુઅલ સ્પ્લેન્ડર પ્લસ અને એચએફ ડિલક્સ બાઇકમાં 97.2 સીસીનું એન્જિન આવે છે, જે E85 ફ્યુઅલ પર ચાલવા પર 8.4 હોર્સપાવર અને 8.3 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. તેમા પર્ફોર્મન્સ માટે મોડિફાઇડ ECU અને અપગ્રેડેડ ફ્યૂઅલ સિસ્ટમ જોવા મળે છે.
Hero Flex Gasoline Bike ડિઝાઇન
હીરો સ્પ્લેન્ડર પ્લસ અને એછએફ ડીકલ્સ બાઇકના ફ્લેક્સ ફ્યુઅલ વેરિયન્ટમાં આકર્ષક બ્લેક વિધ લાઇમ યેલો ગ્રાફિક્સ, ટ્યુબલેસ ટાયર, કે ડિજિટલ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ અને હીરોની પેન્ટેટેડ i3S (આઈડલ સ્ટોપ સ્ટાર્ટ માત્ર સ્પ્લેન્ડર પ્લસમાં) જેવા ફીચર્સ મળે છે. સામાન્ય સ્પ્લેન્ડર પ્લસ અને એચએફ ડીલક્સ બાઇક જેવા ફીચર્સ જ ફ્લેક્સ ફ્યુઅલ વેરિયન્ટમાં મળશે અને આ મોડલનો લુક ઘણો આકર્ષક છે.
India’s first Flex Gasoline bikes at the moment are a actuality.
Splendor+ and HF Deluxe – Made in India. Constructed for India. Powered by India.
Hon’ble Union Ministers Shri Nitin Gadkari, Minister of Highway Transport & Highways and Shri Hardeep Singh Puri, Minister of Petroleum & Pure Fuel… pic.twitter.com/awcD8OKSjX
— Hero MotoCorp (@HeroMotoCorp) June 4, 2026
E85 ફ્યુઅલ શું છે?
હીરો મોટોકોર્પની આ નવી ફ્લેક્સ ફ્યુઅલ કોમ્પ્લાયન્ટ મોટરસાઇકલ E20 થી લઇ E85 સુધીના ઇથેનોલ મિક્સ પેટ્રોલ સાથે ચાલવામાં સક્ષમ છે. જો કે કંપનીનું કહેવું છે કે, આ બંને બાઇક 100 ટકા ઇથેનોલ પર પણ ચાલી શકે છે. તેનો અર્થ એવો થાય છે કે તેને પરંપરાગત પેટ્રોલની સાથે સાથે વધારે ઇથેનોલ બ્લેન્ડિંગ વાળા ઇંધણથી પણ ચલાવી શકાય છે. હીરો મોટોકોર્પે આ ટેકનોલોજીને જયપુર સ્થિત સેન્ટર ફોર ઇનોવેશન એન્ડ ટેક્નોલોજીમાં વિકસીત કરી છે. તે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થશે સાથે સાથે ક્રૂડ ઓઇલની નિર્ભરતા ઓછી કરવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં પણ યોગદાન આપશે.
આ પણ વાંચો | મારૂતિ સુઝુકી ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યૂઅલ કાર આ તારીખે લોન્ચ કરશે
હીરો ફલેક્સ ફ્યુઅલ બાઇક માઇલેજ રેન્જ
હીરો ફ્લેક્સ ફ્યુઅલ બાઇક સ્પ્લેન્ડર પ્લસ અને એચએફ ડીલક્સ ઇથેનોલ મિક્સ પેટ્રોલથી ચાલવામાં સક્ષમ છે. લેટેસ્ટ હીરો ફ્લેક્સ ફ્યુઅલ બાઇક પ્રતિ 1 લીટર પેટ્રોલ 60 થી 70 કિમી સુધી માઇલે રેન્જ આપી શકે છે. HF ડીલક્ષ ફ્લેક્સ ફ્યુઅલ બાઇકમાં બંને છેડે 130mm ડ્રમ બ્રેક સાથે ઇન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ છે, તો પાવર મલ્ટીપ્લેટ વેટ કલ્ચ સાથે 4 સ્પીડ ગિયરબોકસ આવે છે. તો સ્પ્લેન્ડર પ્લસ ફ્લેક્સ ફ્યુઅલ બાઇકમાં એલોય વ્હીલ, ટેલિસ્કોપિટ ફ્રન્ટ સસ્પેન્શન અને 5 સ્ટેપ એડજસ્ટેબલ રિયર શોક એબ્સોર્બર્સ જાળવી રાખ્યા છે.
