tata punch facelift official teaser : ટાટા મોટર્સ છેલ્લા ઘણા સમયથી ટાટા પંચ ફેસલિફ્ટનું ટેસ્ટિંગ કરી રહી છે. અત્યાર સુધી કંપનીએ કારના મોટા ભાગના ફીચર્સ અને ડિઝાઇન ડિટેલ્સ ગુપ્ત રાખી હતી. ફક્ત ટેસ્ટ મ્યુલ્સ દ્વારા જ કેટલીક માહિતી બહાર આવી હતી. જોકે હવે પ્રથમ ઓફિશિયલ ટીઝર સામે આવ્યા પછી તસવીર ઘણા હદે સ્પષ્ટ થઇ ગઇ છે. આ ટીઝર 13 જાન્યુઆરીએ સત્તાવાર લોન્ચ પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે.
ડિઝાઇનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા
ટીઝર વીડિયો સ્પષ્ટપણે દર્શાવે છે કે નવી ટાટા પંચ ફેસલિફ્ટમાં ડિઝાઇનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ નોંધપાત્ર ફીચર નવા DRLs છે, જે પિયાનો બ્લેક એલિમેન્ટ્સ સાથે રજૂ કરવામાં આવ્યા છે. ફ્રન્ટ ફેસિયામાં એક નવો, શાર્પ લુક છે, જેમાં પોલીગોનલ હેડલેમ્પ યુનિટ્સ છે.
આ ડિઝાઇન ટાટાની વર્તમાન ડિઝાઇન લેંગ્લેજ સાથે મેળ ખાય છે અને ઘણા હદ સુધી હેરિયર અને સફારી જેવી SUV ની યાદ અપાવે છે. ફ્રન્ટ બમ્પરને પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેનાથી કાર વધુ દમદાર અને પ્રીમિયમ દેખાય છે.
કેબિનમાં પણ થશે ફેરફારો
આ SUVમાં નવા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે જે તેના લુકને ફ્રેશ ટચ આપે છે. પાછળના ભાગમાં પણ ફેરફાર જોવા મળે છે. પંચ ફેસલિફ્ટમાં નવી ડિઝાઇન કરાયેલ ટેલલાઇટ્સ છે જેના વચ્ચે એક લાઇટ સ્ટ્રિપ પહોળાઈમાં ફેલાયેલી છે. આ સ્ટાઇલ પણ હેરિયર અને સફારીથી પ્રેરિત લાગે છે.
આ કારને નવા બ્લૂ કલરના વિકલ્પમાં પણ ઓફર કરવામાં આવશે, જે યુવા પેઢીઓને આકર્ષિત કરી શકે છે. સંપૂર્ણ કેબિન વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે નવી પંચ ફેસલિફ્ટના આંતરિક ભાગમાં પણ નોંધપાત્ર ફેરફારો થશે.
આ પણ વાંચો – હ્યુન્ડાઇ વેન્યુમાં એક નવું HX5+ વેરિઅન્ટ રજુ કરવામાં આવ્યું, જાણો કિંમત અને ફિચર્સ
પાવરટ્રેન યથાવત રહેશે
ફીચર્સ તરીકે તેમાં અલ્ટ્રોઝમાંથી લેવામાં આવેલી મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઇલ્યૂમિનેટેડ લોગો સાથે બે-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને પહેલા કરતાં વધુ ફિચર્સ મળવાની સંભાવના છે. એન્જિનની વાત કરવામાં આવે તો તેમાં વર્તમાન 1.2-લિટર, ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન રહેશે જે 88 bhp અને 115 Nm ટોર્ક જનરેટ કરે છે.
CNG વેરિઅન્ટ પણ ચાલુ રહેશે, જે 73.5 bhp અને 103 Nm ટોર્ક જનરેટ કરે છે. ગિયરબોક્સ વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ઓપ્શન આપવામાં આવશે.
