Final Up to date:
પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયન ઝાકિર ખાન કોમેડીમાંથી બ્રેક લઈ રહ્યો છે. હેલ્થ અને પર્સનલ લાઇફને ધ્યાનમાં રાખીને તે આ બ્રેક લઈ રહ્યો છે.
સ્ટેન્ડ અપ કોમેડિયન ઝાકિર ખાન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તે કોમેડીથી લાંબો બ્રેક લેવાનો છે. હાલમાં જ હૈદરાબાદમાં પોતાના લાઇવ શો દરમિયાન ઝાકિર ખાને આ વાતનો ખુલાસો કર્યો છે. તેઓ દેશભરમાં પાપા યાર નામની સ્ટેન્ડઅપ કોમેડી ટૂર કરી રહ્યો છે. તેનો હૈદરાબાદમાં એક લાઇવ શો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓડિટોરિયમને સંબોધિત કરતા ઝાકિર ખાને કહ્યું કે તેનો આ બ્રેક ઘણા વર્ષો સુધી ચાલી શકે છે. જેમાં 2028, 2029 અથવા તો 2030માં પણ તેનો આ બ્રેક ચાલી શકે છે. જ્યાં સુધી તેની જવાબદારીઓ પૂરી નથી થતી. ઝાકિરે તેની ઇન્સ્ટા સ્ટોરી પર પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
ઝાકિર ખાને ઇમાનદારીથી કહ્યું કે તેને પોતાની હેલ્થ અને પર્સનલ લાઇફ માટે સમય જોઈએ છે. તેણે વર્ષોથી સાથ આપેલ દર્શકોનો આભાર માન્યો. હૈદરાબાદ શો દરમિયાન તેણે જણાવ્યું કે કોમેડી અને સ્ટેજથી દૂર જવું તેના માટે કેમ જરૂરી છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે તે ઝાકિર ખાન ભાવુક થઈને કહે છે કે આ 3, 4 કે 5 વર્ષનો બ્રેક હશે જેથી હું મારી તબિયતનું ધ્યાન રાખી શકું અને બધી વસ્તુઓને યોગ્ય કરી શકું. આજે રાતે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ મારા હૃદયના ઘણા નજીક છે. તમારી હાજરી મારા માટે ઘણી મહત્વની છે. જેટલું તમે વિચારી શકો તેટલો હું તમારો આભારી છું.

ઝાકિર ખાને બાદમાં પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પણ બ્રેકનો હિન્ટ આપ્યો હતો. તેણે બુર્જ ખલીફાની એક તસવીર પોસ્ટ કરતા કહ્યું કે 20 જૂને તેમની છેલ્લી પર્ફોર્મન્સ હોઈ શકે છે. સાથે જ તેણે કહ્યું કે 20 જૂન સુધી દરેક શો એક સેલિબ્રેશન છે. હું વધારે શહેર નહીં જઈ શકું. આ વખતે થોડી તકલીફ ઉઠાવીને આવી જજો. પ્રેમ આપવા માટે આભાર.
Jan 20, 2026 11:06 PM IST

