જો તમે પણ કાર લઈને ઉત્તરાખંડ જઈ રહ્યા હોવ તો આ વીડિયો ખાસ જોઈ લેજો! વાહનચાલકો બરાબરના ફસાયા

જો તમે પણ કાર લઈને ઉત્તરાખંડ જઈ રહ્યા હોવ તો આ વીડિયો ખાસ જોઈ લેજો! વાહનચાલકો બરાબરના ફસાયા

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:


જો તમે પણ તમારી પોતાની કાર લઈને બરફના પહાડો જોવા માટે જઈ રહ્યા હોય તો તમારે પણ તમારી ગાડીને ધક્કો મારવા માટે તૈયાર રહેવું જોઈએ. જી હાં, બરફ પડવાથી રસ્તા ખૂબ લપસણા બની જાય છે અને ગાડીઓ ફસાઈ જાય છે. હાલ ઉત્તરાખંડના ચકરાતાથી એવા ઘણા વીડિયો સામે આવ્યા છે.

વાહનચાલકો બરાબરના ફસાયા
વાહનચાલકો બરાબરના ફસાયા

chakrata snowfall video: આ વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન ચકરાતામાં ભારે હિમવર્ષા થઈ છે. ઠંડી વિદાય લે તે પહેલાં જ પહાડો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. આ નજારો જોઈને પ્રવાસીઓના દિલ ખુશ-ખુશ થઈ ગયા છે. બરફથી ઢંકાયેલા આ સુંદર પહાડોને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ ચકરાતા ખાતે ઉમટી પડ્યા છે. જોકે, અહીં મજા માણવા માટે આવેલા પ્રવાસીઓની હાલત કફોડી બની ગઈ છે. કારણ કે બરફ પડવાથી રસ્તાઓ પર કાર ચલાવવી મુશ્કેલ બની રહી છે, એટલું જ નહીં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

જો તમે પણ તમારી પોતાની કાર લઈને બરફના પહાડો જોવા માટે જઈ રહ્યા હોય તો તમારે પણ તમારી ગાડીને ધક્કો મારવા માટે તૈયાર રહેવું જોઈએ. જી હાં, બરફ પડવાથી રસ્તા ખૂબ લપસણા બની જાય છે અને ગાડીઓ ફસાઈ જાય છે. હાલ ઉત્તરાખંડના ચકરાતાથી એવા ઘણા વીડિયો સામે આવ્યા છે.

વાહનચાલકોની હાલત કફોડી બની

ઉત્તરાખંડના ચકરાતામાં બરફથી ઢંકાયેલા પહાડો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જોકે, સાંકળા રસ્તાઓ અને અસંખ્ય વાહનોના આવન-જાવનથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. એટલું જ નહીં બરફમાં વાહનને ગંતવ્ય સુધી પહોંચાડવું એક મોટા પડકાર સમાન છે.

ચકરાતાથી વીડિયો વાયરલ થયો

ચકરાતાથી એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં બરફમાં ઘણી ગાડીઓ ફસાયેલી દેખાય છે. એક વ્યક્તિ પોતાની કારને ધક્કો મારવા માટે વિનંતી કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આ શખ્સ લોકોને કહી રહ્યો છે કે – “તમને ગાડી ચલાવતા આવડે છે, તો ચલાવી લો…નહીં તો હું ચલાવું તમે થોડો ધક્કો લગાવી દો!” આ સાંભળીને સમજાય છે કે બરફમાં ગાડી ચલાવવી કેટલી મુશ્કેલ બની જાય છે.

લોકો માણી રહ્યા છે મજા

આ વીડિયોથી જાણવા મળે છે કે બરફ પર વાહન ચલાવવું સરળ નથી અને રસ્તા ભારે જામ લાગતા હાલત ઘણી બગડી ગઈ છે. બરફ વર્ષાના કારણે વાહનો રસ્તા પર લપસી રહ્યા છે. જોકે, એવા પણ વીડિયો સામે આવ્યા છે, જ્યારે રસ્તા પર લાંબો જામ લાગ્યો છે અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોકોએ પોતાના મનોરંજન માટે રસ્તો શોધી લીધો છે. એકતરફ બરફવર્ષા થઈ રહી છે, વાહન લપસી રહ્યા છે અને રસ્તા પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે, બીજી તરફ લોકો પોતાની કારમાં મોટા અવાજમાં ગીતો વગાડીને આનંદ માણી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *