જીવનશૈલી | ઉનાળો | ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. બાળકોના વેકેશન પણ પડી ગયા છે એવામાં અસહ્ય ગરમીમાં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવાની નાના બાળકોથી લઈને મોટાઓને મજા પડે છે! ત્યારે તમે ઘરેજ કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર શક્કરટેટી આઈસ્ક્રીમ બનાવી શકો છો.
શક્કરટેટી આઈસ્ક્રીમ ગરમીથી રાહત આપે છે અને ઓછા સમયમાં ઓછી સામગ્રીમાં સરળતાથી બની જાય છે, અહીં શક્કરટેટી આઈસ્ક્રીમની રેસિપી શેર કરી છે જે બધાને ભાવશે. અહીં જાણો શક્કરટેટી આઈસ્ક્રીમ રેસીપી
કેમિકલ ફ્રી શક્કરટેટી આઈસ્ક્રીમ રેસીપી
સામગ્રી
1 મોટી સમારેલી શક્કરટેટી
4 ચમચી ખાંડ
2 થી 3 ચમચી કસ્ટર્ડ પાવડર
1 થી 2 કપ ઉકાળેલું ઠંડુ દૂધ
2 ચમચી ડ્રાયફ્રૂટ્સ
બાળકો હવે ઘરની જ નેચરલ ફ્રૂટ આઈસ કેન્ડી ખાશે! ખાંડ વગર આ રીતે બનાવો મજેદાર!
શક્કરટેટી આઈસ્ક્રીમ બનાવાની રીત
સૌ પ્રથમ એક શક્કરટેટીને તેના બીજ કાઢીને ઝીણી સમારીને રાખો. હવે શક્કરટેટીનું બધું પલ્પ મીક્ષરમાં નાખો, એમાં પલાળેલા કાજુ અને ખાંડ ઉમેરો.હવે મિક્ષરમાં કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાઉડર નાખો.
Expensive Fruits: દુનિયાનું સૌથી મોંઘુ ફળ છે આ શક્કરટેટી
ત્યારબાદ મિક્ષરમાં ઉકાળેલું દૂધ અને ડ્રાયફ્રૂટ્સ નાખીને ક્રશ કરી લો. ત્યારબાદ મિક્સરમાં ક્રશ કર્યા બાદ તમે એક ડબ્બામાં કાઢીને એને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ફ્રીઝરમાં 6-7 કલાક માટે મૂકી દો. 6-7 કલાક બાદ ફ્રીઝમાંથી કાઢીને ચેક કરો આઈસ્ક્રીમ થઇ ગયો હોઈ તો ઠંડો ઠંડો બાળકોને સર્વ કરો.
ઉનાળાનું સ્પેશિયલ ડેઝર્ટ શક્કરટેટી આઈસ્ક્રીમ હવે તૈયાર છે. બાળકોથી લઇને મોટાઓને પણ એનો ટેસ્ટ ગમશે.
