Final Up to date:
ભારત ભલે આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું હોય. શહેરો વિકસિત થઈ રહ્યા હોય. કોલોનીઓ બની રહી હોય. લોકો શહેરની ચકાચોંધમાં ડૂબી રહ્યા છે. પણ આજે પણ દેશ પોતાના ગ્રામિણ પરિવેશના કારણે ઓળખાય છે. તમે શહેરમાં ભલે ગમે તેટલા વર્ષ વિતાવી લો, ગામડાના એક અઠવાડીયાનો અનુભવ આપને પાછું માટી સાથે જોડી દેશે. ભારતમાં એવા કેટલાય ગામડા છે, જે આપણા શહેરો કરતા વધારે ફેમસ છે. આવું જ એક ગામ હિમાયલની ગોદમાં આવેલું મલાના ગામ છે. આ ગામ પોતાની યૂનિક વાત માટે ફેમસ છે.
