Final Up to date:
ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની જાહેરાત આજે કરવામાં આવી છે, જેમાં 26 વિશેષ આમંત્રિત સભ્યો સહિત કુલ 106 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાત ભાજપ દ્વારા આજે સંગઠનના પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પ્રદેશ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે પ્રદેશ કારોબારી બાકી હતા જેમની નિમણૂક કરવામાં આવી છે. કુલ 79 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે 26 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજરોજ પ્રદેશ કારોબારી સભ્યો અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ હોદ્દેદારો સહિત કુલ 106 લોકોની પ્રદેશ કારોબારી હોય છે.
પ્રદેશ હોદ્દેદારોની અગાઉ જાહેરાત કરી દેવામાં આવી હતી અને પ્રદેશ કારોબારીના બાકી રહેતા સભ્યોની આજે સંગઠાત્મક નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોની પણ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
Gandhinagar,Gujarat

