ગુજરાતમાં માવઠાએ એવો તો પ્રહાર કર્યો કે ખેડૂતોના ઉભા પાકને તબાહ કરી નાખ્યો છે. દ્વારકા જિલ્લામાં ખંભાળીયા, તાલુકાના હરિપર, વીંજળપર, કેશોદ, ઠાકરસેરડી સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા ઉનાળુ સિઝનના તૈયાર થયેલ પાકને નુકસાન પહોંચ્યું હતુ. ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી ઉનાળામાં બાજરી, તલ, મગ, સહિતનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદ થતા પાક પર પાણી ફરી વળ્યું હતુ. પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, કમોસમી વરસાદ થતાં ઉનાળામાં વાવેલ બાજરીના પાકમાં મોટું નુકસાન થયું હતુ.
