ખેડૂતો પર આકાશી આફત ત્રાટકી; પાકની હાલત જોઈને ધ્રાસ્કો લાગશે

ખેડૂતો પર આકાશી આફત ત્રાટકી; પાકની હાલત જોઈને ધ્રાસ્કો લાગશે

વર્લ્ડ WORLD
Spread the love


સોમવારે જોરદાર પવન સાથે એવું માવઠું ત્રાટક્યું કે ખેડૂતોની રવિ સિઝનનો સોથ વળી ગયો. ઘઉં, બાજરી, જુવાર, મકાઈનો પાક પવન અને કમોસમી વરસાદના કારણે જમીન દોસ્ત થઈ ગયો. શિયાળુ પાક હવે ટૂંક સમયમાં જ તૈયાર થવાનો હતો પરંતુ જેમ ખરીફ સિઝનમાં મેઘરાજાએ વિશ્વાસઘાત કર્યો હતો કંઈક એવી જ રીતે અહીંના ખેડૂતોના મોઢેથી જાણે કે તૈયાર કોળીયો છીનવી લીધો. આ દ્રશ્યો ગીર સોમનાથના કોડીનાર અને સૂત્રાપાડા પંથકના છે. જ્યાં માત્ર 15થી 20 મિનિટના ટૂંકા સમયગાળામાં આફત ત્રાટકી. ભુવા ટીંબી, મોરડીયા સહિતના ગામોમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું. અરણેજ, કાંટાળા, સિંધાજ, ગીર દેવળી સહિતના વિસ્તારોમાં તો મીની વાવાઝોડા જેવી સ્થિતિ હોવાનો દાવો કરાયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *