દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદથી સર્વત્ર જળ બંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર વરસાદી માહોલ સર્જાયો હતો. લાલપરડા, ભાળથર, કેશોદ, વીંજલપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી ખેતરો તરબોળ થયા અને સ્થાનિક નદી નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. ખંભાળિયા શહેરની વાત કરીએ તો અહીં નગર ગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારો પાણી પાણી થયા હતા. વાવણી બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.. કારણ કે વાવણી બાદ ઉગી નીકળેલા મોલ પર આ વરસાદ અમૃત સમાન સાબિત થઈ રહ્યો છે.
Source link
