ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 જે 5 એપ્રિલે મુંબઈમાં યોજાવાનો છે, તે પહેલા ભૂતકાળના એવોર્ડ શોની યાદગાર ક્ષણો ફરી એકવાર ચર્ચામાં છે. એક ખાસ અને રસપ્રદ કિસ્સો સ્ક્રીન એવોર્ડ્સ 2018નો છે, જ્યારે વિકી કૌશલે સ્ટેજ પર જ કેટરિના કૈફને મજાકની રીતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે કેટરિના કૈફ ‘રીઅલ સ્ટાર એવોર્ડ (ફિમેલ)’ સ્વીકારીને સ્ટેજ પરથી ઉતરી રહી હતી. અભિનેત્રી જઈ રહી હતી અને વિકીએ તેને રોકી હતી અવે તેણે હળવાશથી કહ્યું કે લગ્નની મોસમ હોવાથી, તે પોતે જ પ્રશ્ન પૂછી શકે છે. જ્યારે કેટરિનાએ તેને પૂછ્યું કે પ્રશ્ન શું છે, ત્યારે વિકીએ તરત જ જવાબ આપ્યો, “શું તમે મારી સાથે લગ્ન કરશો?” આ સાંભળીને કેટરિના હસી અને જવાબ આપ્યો -હિંમત નથી!.
આ મનોરંજક ક્ષણે હાજર બધાને હસાવી દીધા હતા. નોંધનીય છે કે, સલમાન ખાનની આ વાતચીત પરની પ્રતિક્રિયાએ પણ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું. તેણે મજાકમાં બેહોશ થવાનો ડોળ કર્યો અને પછી સ્મિત કરીને તાળીઓ પાડી હતી.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/16/screen-awards-in-article-horizontal-strip-2026-03-16-18-40-57.jpg)
જોકે વિક્કી કૌશલે પાછળથી સ્પષ્ટતા કરી કે આ સમગ્ર દ્રશ્ય શોની સ્ક્રિપ્ટનો ભાગ હતું, અને તેને દરેક અભિનેત્રીને આ જ પ્રશ્ન પૂછવાનો હતો. છતાં કેટરિના સાથેની તેની વાતચીત સૌથી વધુ વાયરલ થઈ હતી.
રસપ્રદ વાત એ છે કે તે સમયે તે માત્ર એક મજાક હતી પરંતુ ભાગ્યની બીજી જ યોજના હતી. થોડા વર્ષો પછી વિક્કી અને કેટરિના વચ્ચે રોમાંસ ખીલ્યો અને આ દંપતીએ 2021 માં લગ્ન કર્યા.
‘બધાની સામે પોલ ખોલી રહ્યો છે’, જ્યારે શાહિદ કપૂરે કહ્યું દરેક ફિલ્મમાં અમિતાભ બચ્ચનની નકલ કરે છે શાહરુખ ખાન
આજે જેમ જેમ આ વીડિયો ફરી એકવાર સામે આવ્યો અને વાયરલ થયો છે, ચાહકો તેને “રિયલ લાઈફ ફોરશૈડોઈંગ” માની રહ્યા છે – એક ક્ષણ જ્યાં એક સરળ મજાક આખરે વાસ્તવિક પ્રેમ વાર્તામાં વિકસિત થઈ.
