​​કુલદીપ યાદવ-વંશિકાનું લખનઉમાં ભવ્ય રિસેપ્શન, સીએમ યોગી, ગંભીર સહિત દિગ્ગજો રહ્યા હાજર

​​કુલદીપ યાદવ-વંશિકાનું લખનઉમાં ભવ્ય રિસેપ્શન, સીએમ યોગી, ગંભીર સહિત દિગ્ગજો રહ્યા હાજર

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Kuldeep Yadav- vanshika Marriage ceremony Reception : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવના લગ્ન બાદ મંગળવારે લખનઉમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજો અને અગ્રણી રાજકીય હસ્તીઓએ હાજરી આપી હતી. કુલદીપ યાદવે 14 માર્ચે તેની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ઉત્તરાખંડના હિલ સ્ટેશન મસૂરીમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા.

કુલદીપ-વંશિકા વિન્ટેજ કારમાં હોટલ પહોંચ્યા

કુલદીપ પોતાની દુલ્હન વંશિકા સાથે રોલ્સ-રોયસ વિન્ટેજ કારમાં સવાર થઈને હોટલ પહોંચ્યા હતા. 1960 મોડલની આ કાર ખાસ દિલ્હીથી મંગાવવામાં આવી છે.  બન્ને પરંપરાગત લુકમાં જોવા મળ્યા હતા. કુલદીપે બ્લેક કલરનો બંધગળાનો સૂટ પહેર્યો હતો, જ્યારે વંશિકાએ ક્રીમ કલરની સાડી પહેરી હતી, જેમાં લાલ રંગના સ્ટોનનું ભરતકામ છે.

સીએમ યોગી આદિત્યનાથ હાજર રહ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ક્રિકેટર કુલદીપ યાદવના રિસેપ્શનમાં હાજરી આપી હતી. તેમણે કુલદીપ અને વંશિકાને આશીર્વાદ આપ્યા હતા અને ક્રિકેટરના પરિવાર સાથે ફોટા પડાવ્યા હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા.

વંશિકા કોણ છે? જેના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો ક્રિકેટર કુલદીપ યાદવ

ક્રિકેટ અને રાજકારણના મોટા નામો રિસેપ્શનમાં પહોંચ્યા

ક્રિકેટ અને રાજકારણના ઘણા મોટા નામો લખનઉમાં રિસેપ્શનમાં હાજરી આપી હતી. ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે રિસેપ્શનમાં હાજરી આપી હતી. ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની પત્ની સાથે સમારોહમાં હાજરી આપી હતી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *