ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવે મસૂરીમાં વંશિકા સાથે લગ્ન કરી લીધા છે, લગ્ન દરમિયાન અને તે પહેલાના પ્રસંદોમાં ભારતીય ક્રિકેટરો, નેતાઓ અને મોટી હસ્તીઓ મહેમાન બનીને કુલદીપને આશીર્વાદ આપવા માટે પહોંચી હતી, જેમાંથી એક પંડીત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ એક હતા. તેઓ કુલદીપ અને તેની પત્નીને આશીર્વાદ આપવા માટે લગ્ન પ્રસંદમાં હાજર રહ્યા હતા. કુલદીપના લગ્નમાં રિંકુ સિંઘ, તિલક વર્મા, મોહમ્મદ કૈફ, યુઝવેન્દ્ર ચહલ સહિતના ક્રિકેટર્સએ હાજરી આપી હતી.

