કાર ડૂચો બની! 2 ભાઈબંધના મોત

કાર ડૂચો બની! 2 ભાઈબંધના મોત

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: ખંભાળિયા દ્વારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં 2 યુવાનોના મોત થયાં હતા. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે ખંભાળિયા બાયપાસ નજીક હાઈવે રોડ પર બેસેલા પશુ સાથે પૂરપાટ ઝડપે પસાર થતી કાર અથડાઈ હતી. ત્યારબાદ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડક કૂદીને સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર પ્રીતરાજસિંહ તથા પ્રતિપાલસિંહ નામના બંન્ને મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. પ્રાથમિક જાણકારી પ્રમાણે બંન્ને મૃતક યુવકો ગઢકા ગામના વતની હતા અને પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *