“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”: નવનીત બાલધિયાની જયરાજ આહીરનો વરઘોડો નીકળે તેવી ઇચ્છા

“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”: નવનીત બાલધિયાની જયરાજ આહીરનો વરઘોડો નીકળે તેવી ઇચ્છા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયાએ આ અંગે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “મારા પ્રૂફ પ્રમાણે તપાસ થઈ છે તે ખુશીની વાત છે. જયરાજ આહીરની ધરપકડના સમાચાર મળ્યા ત્યારે હું ભાંગલો તૂટલો હતો. આ સમાચાર મળતાં જ હું ચાલીને માતાજીના દર્શન કરવા ગયો હતો.

News18
News18

અમદાવાદ: ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ બહુચર્ચિત કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની 24મી જાન્યુઆરીના રોજ ધરપકડ કરી લેવામાં આવી છે. જે બાદ અમારી ટીમે નવનીત બાલધિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમારે ત્યાં તો દિવાળી છે. અમારા આખા સમાજે દિવાળી ઉજવી છે. આ ખુશીમાં અમારે ત્યાં લોકોએ ઉત્સાહમાં ફટાકડા ફોડ્યા હતા.

“અમારે તો દિવાળી છે”

બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયાએ આ અંગે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “મારા પ્રૂફ પ્રમાણે તપાસ થઈ છે તે ખુશીની વાત છે. જયરાજ આહીરની ધરપકડના સમાચાર મળ્યા ત્યારે હું ભાંગલો તૂટલો હતો. આ સમાચાર મળતાં જ હું ચાલીને માતાજીના દર્શન કરવા ગયો હતો. અમારે ત્યાં તો દિવાળી છે. અમારા આખા સમાજે દિવાળી ઉજવી છે. આ ખુશીમાં ફટાકડા ફોડ્યા હતા.”

“મારા સમાજના સાથ સહકારથી હું જીત્યો”

આ સાથે તેમણે જણાવ્યું કે, હજી આરોપીઓ બાકી છે. હજી ચાલીસ ટકા બાકી છે. એસઆઈટી પર મને ભરોસો છે. બાકી પહેલા તો મારો પોલીસ પરથી જ ભરોસો ઊડી ગયો હતો. શરૂઆતમાં એવું લાગતું હતું કે, મારું કોઈ સાંભળે નહીં પરંતુ મારા સમાજના સાથ સહકારથી આ કામ થયું છે. સમાજ સાથે છે એટલે મારી જીત થઈ છે. તેમનો આભાર.

નવનીત બાલધિયાએ વધુમાં જણાવ્યું છે કે, સ્થાનિક પોલીસને જે વાત કરી હતી તે જ એસઆઈટી સામે પણ કરી પરંતુ તેમણે મારા પુરાવા જોયા અને મારી વાત સાંભળી છે. હું જે પહેલાથી કહેતો હતો તે પ્રમાણે જ થયું છે. હર્ષ સંઘવી સાહેબ કહે છેને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો આ આરોપીનો પણ વરઘોડો તો નીકળશે જ ને? મારે તો કાયદાથી કામ કરવું છે. જો આનો વરઘોડો નીકળે તો મારે મારા ભાંગલા હાથે હર્ષ સંઘવી સાહેબને સલામ કરવાની છે.

માયાભાઈ આહીર માટે શું કહ્યું?

આ સાથે તેમણે મોટી વાત કરતા જણાવ્યું કે, જયરાજભાઈના પિતાએ મને અનેક લોકો મારફતે કહેડાવ્યું હતું કે નવનીતભાઈને કહો પાછા વળી જાય, સંતોષ માની લે, એ કહેશે તેમ કરી દઈશું. પરંતુ અમે મહેનતથી કમાવવાવાળા લોકો છીએ, અમને પૈસાની ભૂખ નથી. તેમણે અંતમાં જણાવ્યું કે, આ તપાસ ન થઈ હોત અને જો આ રીતે કાંઈ ન થાત તો હું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જાત, પરંતુ આ અંગેની તપાસ તો કરાવવાની જ હતી.

24મી જાન્યુઆરીના રોજ જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો. SIT ના અધિકારીઓએ તેની બે કલાક સુધી પૂછપરછ કરીને ધરપકડ કરી લેવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તહેનાત કરી દેવાયો હતો. ધરપકડ પહેલા જયરાજે માધ્યમોને જણાવ્યું હતું કે, “મને ન્યાયતંત્ર અને કાયદા પર પૂરો ભરોસો છે. હું તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશ.”

આ હુમલા બાદ ભાવનગર સહિત રાજ્યભરના કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ન્યાયની માંગ સાથે આત્મવિલોપન અને વિરોધ પ્રદર્શનો થયા હતા, જેને પગલે રાજ્ય સરકારે IPS અધિકારીના નેતૃત્વમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી. હવે જયરાજ આહીરની ધરપકડ બાદ આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *