ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ જબરૂં વાકયુદ્ધ જામ્યુ છે. ખેડૂત અને ખેતરની વાત હવે બાલ મંદિર, કોલેજ અને કાળા નાણા સુધી આવી પહોંચી છે. હવે તો ભાજપના નેતાઓની નજર પણ જાણે કે રાજુ કરપડા પર જ હોય એમ એક એક નિવેદનની નોંધ લેવાઈ રહી છે. સુરેન્દ્રનગરના ગઢાદમાં રાજુ કરપડાના સમર્થનમાં યોજાયેલી કિસાન ક્રાંતિ સભામાં સંબોધન કરતાં રાજુ કરપડા આમ આદમી પાર્ટી અને ગોપાલ ઈટાલિયા પર રીતસરના વરસ્યા. આક્રોશ સાથે અનેક બાબતોના સ્ફોટક દાવા કર્યા. સાથે જ કરપડાએ શા માટે આમ આદમી પાર્ટી છોડી એના કારણો પણ ખેડૂતો સમક્ષ રજૂ કર્યાં. સભામાં સંબોધન દરમિયાન રાજુ કરપડાએ કોઈ પાર્ટીમાં જવું કે નહીં એ અંગે ખેડૂતોનો અભિપ્રાય પણ માગ્યો. સંબોધનમાં કરપડાએ કઈ પાર્ટીમાં જોડાશે એના જાણે કે પાતળા એંધાણ પણ આપી દીધાં.
Source link
