ઝડપાયેલા બંટી-બબલીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. છેલ્લા બે વર્ષથી તેમના દ્વારા આ છેતરપિંડી શરૂ કરવામાં આવી હતી અને દેશના 15 રાજ્યોના 56 શહેરમાં સોની વેપારીઓ સાથે 900 ગ્રામ સોનાની છેતરપિંડી આચર્યાની કબુલાત કરી છે. પકડાયેલ બંટી-બબલીએ ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત, બિલીમોરા, વાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, કેશોદ, જેતપુર, ભુજ, અંજાર, પાલનપુર, મહેસાણામાં છેતરપિંડી આચરી હોવાની સાથે દેશના અન્ય રાજ્યો જેમાં દમણ, દાદરા નગર હવેલી, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યોમાં આવી જ રીતે ઠગાઈ કરી હોવાનું અને અત્યાર સુધીમાં 900 ગ્રામ સોનાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ બંને બંટી-બબલીની મોડેસ ઓપરેન્ડી ખૂબ જ અલગ હતી. જ્યાં સોનું વેચવા જતા તે શહેરમાં તે એક જ વાર જતા બીજીવાર તે શહેરમાં ક્યારેય પ્રવેશતા નહીં. એક શહેરમાં ફક્ત એક દુકાને જ ટાર્ગેટ કરતા હતા. તે જ રીતના તેણે આખા દેશના 15 રાજ્યોમાં આ રીતના ઘટનાને અંજામ આપ્યા છે.

