એરંડા 1290 સુધી, રાયડો 1311 પ્રતિ મણ: મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે કયા પાકનો કેટલો ભાવ બોલાયો?

એરંડા 1290 સુધી, રાયડો 1311 પ્રતિ મણ: મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે કયા પાકનો કેટલો ભાવ બોલાયો?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવી નોંધાઈ હતી. માર્કેટ યાર્ડમાં આજે ખાસ કરીને એરંડા, રાયડો, ગવાર અને અજમાની નોંધપાત્ર આવક નોંધાઈ હતી.

+

મહેસાણા

મહેસાણા યાર્ડમાં આજના ભાવ જાણો

મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવી નોંધાઈ હતી. ખાસ કરીને એરંડા, રાયડો, ગવાર અને અજમાની નોંધપાત્ર આવક નોંધાઈ હતી. એરંડાના ભાવમાં ગઈકાલની સરખામણીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હોવા છતાં કુલ ભાવ હજી પણ ખેડૂતો માટે ફાયદાકારક જ કહી શકાય તેવા છે. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની 295 બોરીની આવક નોંધાઈ છે, ગયા અઠવાડિયા કરતા આજે આવકમાં વધારો છે. આજે માર્કેટ યાર્ડમાં ગવારની પણ સારી આવક જોવા મળી છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં હવે રાયડાની સિઝન શરૂ થતા રાયડાની પણ આવક મોટા પ્રમાણમાં આવી રહી છે.

આજે એરંડાની જોરદાર આવક નોંધાઈ

આજે માર્કેટ યાર્ડમાં એરંડાની કુલ 295 બોરી આવક નોંધાઈ. એરંડાના ભાવ વિશે વાત કરીએ તો આજે તેનો ઊંચો ભાવ 1290 રૂપિયા પ્રતિ 20 કિલો અને નીચો ભાવ 1266 રૂપિયા પ્રતિ 20 કિલો નોંધાયો. આજે એરંડાના ભાવ ગઈકાલની સરખામણીમાં પાંચથી દસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જોકે, પાછલા અઠવાડિયે એરંડાનો ભાવ 1280 પ્રતિ 20 કિલો સુધી ગયો હતો, એટલે આ અઠવાડિયે એરંડાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે.

today the income of raida increased in mehsana market yard high price of 1311 was quoted

રાયડાનો શું ભાવ બોલાયો?

અત્યારે ઉત્તર ગુજરાતમાં રાયડાની કાપણીનો સમય હોવાના કારણે માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં રાયડાની આવક આવી રહી છે, માર્કેટ યાર્ડમાં આજે રાયડાની 1062 બોરીની આવક નોંધાઈ છે, જેને 1311 રૂપિયા પ્રતિ મણ ભાવ મળ્યો છે, આવકના વધારાની સાથે તેના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ગયા અઠવાડિયા કરતા તેના ભાવમાં 10 રૂપિયાનો વધારો નોંધાયો છે.

today the income of raida increased in mehsana market yard high price of 1311 was quoted
ગવારની પણ માર્કેટ યાર્ડમાં થઈ આવક

આજે ગવારની 89 બોરીઓ યાર્ડમાં પહોંચી હતી. ગવારની આવકમાં આ અઠવાડિયા સામાન્ય વધારો નોંધાયો છે, તેનો ભાવ 1028 રૂપિયા પ્રતિ મણ બોલાયો. ગવારનો ભાવ આ અઠવાડિયે 10થી 20 રૂપિયા ગયા અઠવાડિયાની સરખામણીમાં ઘટ્યો છે, ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે. ગવારના મુખ્ય ખરીદદારો પશુઆહાર અને ઔદ્યોગિક યુનિટો હોવાથી સ્થાનિક બજારમાં ગવારની માંગ સદાય સ્થિર રહેતી હોય છે. ખેડૂતોને ઉત્પાદન અનુરૂપ સારું વળતર મળી રહે છે, તે છતાં ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયે ગવારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

અજમાનો આજે કેટલો ભાવ બોલાયો?

અજમાની તરફ જોઈએ તો આજે માર્કેટ યાર્ડમાં 88 બોરી આવક નોંધાઈ હતી. આજે અજમાની આવકમાં ઘટાડો થયો છે, અજમાની આવકમાં આજે ગયા અઠવાડિયાની સરખામણીએ ઘટાડો નોંધાયો છે, બજારમાં અજમાનો ઊંચા ભાવ 1851 રૂપિયા પ્રતિ 20 કિલો અને નીચો ભાવ 500 રૂપિયા પ્રતિ 20 કિલો રહ્યો. અજમામાં ગુણવત્તા પ્રમાણે મોટો ભાવફેર જોવા મળ્યો હતો. ગયા અઠવાડિયા કરતા તેના ભાવમાં 100 જેટલો ઘટાડો નોંધાયો છે. સારી ક્વોલિટીના અજમાને ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યો, જ્યારે મિશ્ર અને મધ્યમ ગુણવત્તાનો ભાવ તુલનાત્મક રીતે ઓછો રહ્યો છે.

ઉત્તર ગુજરાતમાં કયો પાક સૌથી વધારે થાય છે?

આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં આજે ઘઉં, બાજરી, અડદ, તલ, મેથી જેવા ધાન્ય અને મહત્સય પાકની પણ વિવિધ સ્તરે આવક નોંધાઈ હતી. મોટા ભાગની જણસોના ભાવ સામાન્ય સ્તરે સ્થિર રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ઉત્તર ગુજરાતની કૃષિ પરિસ્થિતિની વાત કરીએ તો ખાસ કરીને રાયડો, અનાજ અને એરંડાનો પાક અહીં વધુ પ્રમાણમાં થાય છે. જમીન અને વાતાવરણનું સુમેળ હોવાને કારણે મહેસાણા જિલ્લો આ પાકોના મુખ્ય ઉત્પાદન કેન્દ્રોમાં ગણાય છે. જેના કારણે અહીંના માર્કેટ યાર્ડમાં રોજબરોજ રાયડો, એરંડા અને ધાન્ય પાકની સારી આવક જોવા મળે છે. ખેડૂત, વેપારી અને મંડીઓ વચ્ચેનો સીધો સંપર્ક આ સમગ્ર વિસ્તારમાં ખેતીને મજબૂત બનાવે છે. પરંતુ આજે સરેરાશ માર્કેટ યાર્ડમાં જણસીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે આ ઉપરાંત રાયડો તલ જેવી જણસ આજે માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવી નથી.

મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે કુલ વાતાવરણ વ્યસ્ત રહ્યું. સવારે જ ખેડૂતો પોતાની આવક લઈને યાર્ડે પહોંચ્યા હતા. માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં જો કોઈ નવી નીતિ, નિકાસ માંગ અથવા હવામાનમાં ફેરફાર થાય તો ભાવમાં વધુ પરિવર્તન જોવા મળી શકે છે. કુલમાં, એરંડાના ભાવમાં થોડા ઘટાડા છતાં ખેડૂતોને મળતા ભાવ સારા જ છે અને વિવિધ જણસોની આવકથી આજે મહેસાણા માર્કેટ યાર્ડ સક્રિય રહી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *