Apple launches iPhone 17e : એપલે ભારત સહિત અનેક દેશોમાં iPhone 17e સત્તાવાર રીતે લોન્ચ કર્યો છે. તે iPhone 17 શ્રેણીનું સૌથી સસ્તું મોડલ છે અને ગયા વર્ષે લોન્ચ થયેલા iPhone 16e નું અપગ્રેડ છે. કંપનીએ નવા મોડલમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેમાં નવી A19 ચિપ, MagSafe સપોર્ટ અને સિરામિક શીલ્ડ 2 પ્રોટેક્શનનો સમાવેશ થાય છે.
આ ફોનમાં સૌથી મોટો તફાવત ઇન્ટરનલ સ્ટોરેજમાં વધારો છે. આ વખતે કંપનીએ iPhone 17e નું બેઝ મોડલ 256GB સ્ટોરેજ સાથે લોન્ચ કર્યું છે, જ્યારે ગયા વર્ષે iPhone 16e નું બેઝ મોડેલ ફક્ત 128GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.
ડિસ્પ્લે અને ડિઝાઇન
iPhone 17e માં 6.1 ઇંચનું Tremendous Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનું રિઝોલ્યુશન 1170×2532 પિક્સલ છે. તેમાં 60Hz રિફ્રેશ રેટ મળે છે. સ્ક્રીન ટ્રુ ટોન સપોર્ટ અને 800 nits સુધીની પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે. ડિઝાઇનની દ્રષ્ટિએ તે પહેલાના મોડલ જેવો જ દેખાય છે અને તેમાં હજુ પણ નોચ છે. કંપનીએ આ વખતે સિરામિક શીલ્ડ 2 પ્રોટેક્શન ઉમેર્યું છે. ફોનને IP68 રેટિંગ મળેલી છે, એટલે કે તે ધૂળ અને પાણીથી સુરક્ષિત છે.
iPhone 17e કિંમત
iPhone 17e ની પ્રારંભિક કિંમત 64,900 રુપિયા છે. જ્યારે ટોપ વેરિએન્ટની કિંમત 84,900 રુપિયા છે. તેને બ્લેક, પિંક અને વ્હાઇટ કલર ઓપ્શનમાં લોન્ચ કરાયો છે. iPhone 17e નું વેચાણ 11 માર્ચથી થશે. તેને ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે ખરીદી શકાશે.
પર્ફોમન્સ અને સોફ્ટવેર
આ સ્માર્ટફોનમાં એપલનું નવો A19 ચિપસેટ છે, જેમાં 6-કોર CPU, 4-કોર GPU અને 16-કોર Neural Engine નો સમાવેશ થાય છે. ફોન 8GB RAM સાથે આવે છે. તે iOS 26 પર ચાલે છે અને એપલ ઇન્ટેલિજન્સ ફિચર્સને પણ સપોર્ટ કરે છે. સ્ટોરેજ હવે 256GB થી શરૂ થાય છે. તે ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે, જે નેનો સિમ અને eSIM બંને વિકલ્પો ઓફર કરે છે. તેમાં એક્શન બટન પણ છે.
આ પણ વાંચો – મેટાલિક બ્લેક અવતારમાં આવી યામાહાની દમદાર બાઇક, જાણો કિંમત અને શું છે ખાસિયત
iPhone 17e માં સિંગલ 48MP રીઅર કેમેરા
iPhone 17e માં f/1.6 ના અપર્ચર સાથે સિંગલ 48MP રીઅર કેમેરા છે. તે 24MP અને 48MP બંને રિઝોલ્યુશનમાં ફોટા કેપ્ચર કરી શકે છે. તે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશનને પણ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે તેમાં 2x ઓપ્ટિકલ ઝૂમ છે, જે ઇન-સેન્સર ક્રોપિંગનો ઉપયોગ કરીને 12MP ઇમેજ આપે છે. ફ્રન્ટમાં f/1.9 ના અપર્ચર સાથે 12MP ટ્રુડેપ્થ કેમેરા છે. જોકે તેમાં એક્શન મોડ અને સિનેમેટિક વિડીયો જેવી કેટલાક ફિચર્સ આપવામાં આવ્યા નથી છે, જે મોંઘા iPhone 17 મોડલોમાં ઉપલબ્ધ છે.
