અમદાવાદ: ઠંડી વધતા પૂર્વ વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવ બન્યા, જર્મન શેફર્ડ શ્વાનને રૂમમાં બંધ કરી તસ્કરોએ ચોરી કરી

અમદાવાદ: ઠંડી વધતા પૂર્વ વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવ બન્યા, જર્મન શેફર્ડ શ્વાનને રૂમમાં બંધ કરી તસ્કરોએ ચોરી કરી

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધતાની સાથે પૂર્વ વિસ્તારમાં ચોરીના બનાવો સામે આવ્યા છે. શહેરના નારોલ અને નરોડા વિસ્તારમાં ઘરફોડ ચોરીના 2 ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે.

પૂર્વ અમદાવાદમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો (Image: AI Generated)
પૂર્વ અમદાવાદમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો (Picture: AI Generated)

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં તાજેતરમાં રહેણાંક મકાન તથા દુકાનમાં જુદા જુદા ચોરીના બનાવોએ પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા કરી દીધા છે. ઠંડીનું પ્રમાણ વધતા પૂર્વ અમદાવાદમાં ઘરફોડ ચોરીના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. તસ્કરો બંધ મકાન અને દુકાનોમાં તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે પૂર્વ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે બનાવમાં કુલ મળીને રૂ. 11.86 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ બનાવોના પગલે જુદા જુદા પોલીસ સ્ટેશને ઘરફોડ ચોરીના ગુના નોંધીને તપાસનો દૌર શરૂ કર્યો છે.

બનાવ-1

નરોડામાં તસ્કરોએ શ્વાનને રૂમમાં બંધ કરીને 6.54 લાખની મત્તાની ચોરી કરી

નરોડામાં રહેતા કૃણાલભાઈ ચાવડા ગાંધીનગર ખાતે નાગરિક પુરવઠા વિભાગમાં ડ્રાઇવિંગની નોકરી કરે છે. જેમાં તેમણે એક જર્મન શેફર્ડ પાલતુ શ્વાન રાખ્યું છે. કૃણાલભાઈ બહારગામ જાય ત્યારે સંબંધીને શ્વાનને જમવાનું અને ફરાવવાનું કહીને જતા હોય છે. આ ઉપરાંત મકાનની ચાવી બહાર મૂકેલા બૂટમાં રાખીને જતા હોય છે. ગત 18 જાન્યુઆરીએ તે પરિવાર સાથે ગોવા જવા માટે નીકળ્યા હતા. અને તેમના શ્વાનને ગત 23 જાન્યુઆરીએ પાડોશમાં રહેતા સંબંધી કૃણાલભાઈના શ્વાનને જમવાનું આપવા આવ્યો હતો. ત્યારે ઘરમાં જતા જ બધો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તદુપરાંત કૃણાલભાઈના પાલતુ શ્વાન દેખાયું નહીં પરંતુ બંધ રૂમમાંથી ભસવાનો અવાજ આવતા રૂમ ખોલીને જોતા શ્વાનને રૂમમાં પૂરીને રાખ્યો હતો. એટલે ખ્યાલ આવ્યો કે તસ્કરોએ શ્વાનને રૂમમાં બંધ કરીને ચોરીને અંજામ આપ્યો છે. બીજી તરફ આ તમામ પરિસ્થિતિ જોતા પાડોશી સંબંધીએ મકાનના માલિક કૃણાલને ફોન કરીને બનાવ અંગેની જાણ કરતા તેઓ તાત્કાલિક ઘરે આવ્યા અને જોતા તિજોરીમાં રહેલા રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.6.54 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે નરોડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

બનાવ-2

પિતા પુત્રની સાસરીમાં રોકાયા અને તસ્કરોએ ઘરમાં 5.32 લાખની ચોરીને અંજામ આપ્યો

નારોલમાં રહેતા અર્જુનભાઈ બગથરિયા હેર સલૂનની દુકાન ધરાવી ધંધો કરે છે. ગત 23 જાન્યુઆરીએ તે પુત્રને ગોતા સાસરીમાં રોકાવા ગયા હતા. બીજા દિવસે આવ્યા ત્યારે ઘરમાં રહેલા દરવાજાનો નકુચો તૂટેલો હતો અને તિજોરીમાં રહેલા રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.5.32 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગે અર્જુનભાઈએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *