અમદાવાદમાં મસ્જિદના ધાબે બાળક સાથે નરાધમ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું

અમદાવાદમાં મસ્જિદના ધાબે બાળક સાથે નરાધમ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે. મસ્જિદમાં નમાજ માટે આવેલા 23 વર્ષના નરાધમે 7 વર્ષના એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હતું. બાળકની એકલતાનો લાભ લઈને નરાધમ તેને નમાજ કઈ રીતે પઢવી તે શીખવાડવાના બહાને ધાબે લઈ ગયો હતો. જ્યાં તેણે બાળક સાથે જઘન્ય કૃત્ય કર્યું હતું. આ ઘટના મકદુમ સાબ નામની મસ્જિદમાં બનતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આરોપીનું નામ નોમાન શેખ છે અને તેની ઉમર 23 વર્ષની છે. જે ગઈકાલે જુમ્માની નમાજ માટે ગયો હતો ત્યારે તેણે આ કૃત્ય કર્યું હતું. જો કે હાલ બાળકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *