અમદાવાદમાં મકાનમાં આગ લાગતા પિતા-પુત્ર જીવતા ભડથું

અમદાવાદમાં મકાનમાં આગ લાગતા પિતા-પુત્ર જીવતા ભડથું

બિઝનેસ BUSINESS
Spread the love



અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક મકાનમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળતાં ઘરમાં હાજર પાંચ લોકોમાંથી પિતા-પુત્રનાં મોત નીપજ્યાં છે, જ્યારે ત્રણ લોકો બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો છે. ગોહિલ પરિવારના સભ્યો રાત્રિના ભરનિદ્રામાં હતા ત્યારે જ સાડા ત્રણ વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્રણ લોકો બહાર નીકળી ગયા હતા, પરંતુ પિતા અને 9 વર્ષીય પુત્ર ઘરમાં જ ભડથું થઈ ગયા હતા. શોટસર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘરમાં અન્ય લોકોને ગુંગળામણ થતા તેઓ બાલ્કનીમાંથી પાડોશીના મકાનમાંથી બહાર સોસાયટીમાં નીચે ઊતરી ગયાં હતાં.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *