શું ઇડલી ખાવાથી બ્લડ સુગર વધે છે?

શું ઇડલી ખાવાથી બ્લડ સુગર વધે છે?

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | સાઉથ ઈન્ડિયન નાસ્તામાં ઈડલી મુખ્ય ભૂમિકા ભજવતો હેલ્ધી નાસ્તો માનવામાં આવે છે, તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે તેનું સેવન કેવી રીતે કરવું તે અંગે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. ઈડલી મોટાભાગે ચોખા અને દાળ સાથે બનાવવામાં આવે છે.

શું ઇડલી ખાવાથી શુગર વધે છે?

ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે ઈડલીમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત ઈડલીમાં પ્રમાણમાં ઊંચું ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) મૂલ્ય હોવાથી, તેને મોટી માત્રામાં ખાવાથી બ્લડ સુગરના લેવલમાં ઝડપથી વધારો થઈ શકે છે.”

જોકે, ઇડલીને સંપૂર્ણપણે ટાળવાની જરૂર નથી. ડાયાબિટીસના દર્દીઓ પણ યોગ્ય રીતે અને મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો તેમના ડાયટમાં ઇડલીનો સમાવેશ કરી શકે છે. સામાન્ય રીતે, એક સમયે બે કે ત્રણ કરતાં વધુ ઇડલી ન ખાવી બેસ્ટ છે. 

બીજી બાજુ ફાઇબરથી ભરપૂર વેજેટેબલ સાંભાર, ફુદીનાની ચટણી, ધાણાની ચટણી અથવા પાલકની ચટણી સાથે ઇડલી ખાવાથી ખાંડમાં અચાનક વધારો નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.

આ ઉપરાંત ઈડલીના લોટમાં કેટલાક ફેરફાર કરવાથી તેના સ્વાસ્થ્ય લાભો વધી શકે છે. ચોખાનું પ્રમાણ ઓછું કરીને તેમાં અડદ, મેથી, મિલેટ વગેરે જેવા નાના અનાજ ઉમેરવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. મિલેટમાંથી બનેલી ઈડલીમાં ફાઈબર અને મિનરલ્સ વધુ હોય છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે.

ઈડલી ખાવાનો સાચો સમય

દિવસનો તમે કયા સમયે ઈડલી ખાઓ છો તે પણ મહત્વપૂર્ણ છે. સવારના વર્કઆઉટ અથવા ચાલ્યા પછી ઈડલી ખાવાથી શરીરને ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ મળશે. તેવી જ રીતે, ઇડલીને પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે કુક કરેલ દાળ, ચણા અને ઈંડાની સફેદી સાથે ખાવાથી બ્લડ સુગરનું સ્તર ઓછું કરવામાં મદદ મળશે.

ડાયાબિટીસના દર્દીઓએ બટાકાના મસાલાવાળી ઈડલી, તેલવાળી ચટણી અને મીઠાઈઓ ખાવાનું ટાળવું જોઈએ. ફક્ત ઈડલી ખાવાને બદલે, શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાક ધરાવતો સંતુલિત આહાર લેવો વધુ સારું છે. ડોક્ટરો ભલામણ કરે છે કે ભોજન પછી 10 થી 15 મિનિટ ચાલવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.

તેથી ઇડલીમાં બ્લડ સુગરનું લેવલ વધારવાની ક્ષમતા હોવા છતાં, ડાયાબિટીસના દર્દીઓ ઇડલીની માત્રા નિયંત્રિત કરીને, નાના અનાજનો ઉપયોગ કરીને અને તેને ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર સાઇડ ડીશ સાથે જોડીને સુરક્ષિત અને સ્વસ્થ રીતે માણી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *