Rajasthan Mud Storm Video : રાજસ્થાનના ચુરુ અને બિકાનેર સહિત ઘણા જિલ્લાઓમાં શનિવારે ધૂળનું બવંડર જોવા મળ્યું હતું. જેના કારણે દિવસે પણ અંધારા જેવો માહોલ સર્જાયો હતો. કાળા અને પીળા રંગની ધૂળ ભરી આંધીએ સમગ્ર ક્ષેત્રને ઝપેટમાં લીધો હતો. તેજ હવા સાથે ઉઠેલા રેતીના વિશાળ બવંડરે આકાશને ઢાંકી દીધું હતું, જેના કારણે વિઝિબિલીટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. જાણકારી પ્રમાણે ચુરુ, હનુમાનગઢ, શ્રીગંગાનગર, બિકાનેર, નાગૌર, અલવર અને સીકરમાં રેતીનું તોફાન જોવા મળ્યું હતું.
રેતી અને ધૂળના ગાઢ વાદળો આખા વિસ્તારમાં ફેલાઈ ગયા
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બપોરના સમયે અચાનક જોરદાર પવન ફૂંકાયો હતો. આ પછી રેતી અને ધૂળના ગાઢ વાદળો આખા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. રસ્તાઓ, ખેતરો અને આસપાસનો વિસ્તાર ધૂળના જાડા પડથી ઢંકાઈ ગયો. વાહનચાલકોને ઘણી જગ્યાએ તેમના વાહનો રોકવાની ફરજ પડી કારણ કે તેમને આગળનો રસ્તો દેખાતો ન હતો. જોરદાર વાવાઝોડા પછી, તાપમાનમાં ઘટાડો થયો, જેનાથી ગરમીથી થોડી રાહત મળી હતી.
ટ્રાફિક પર અસર
ધૂળના તોફાનને કારણે હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ઓછી વિઝિબિલીટીના કારણે, વાહનચાલકોએ ભારે સાવધાની રાખવી પડી હતી. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી હતી.
VIDEO | Rajasthan: Huge black-and-yellow sandstorm mud storm engulfs Churu in the course of the day. Close to-zero visibility as huge clouds of sand sweeps throughout the panorama.
(Full video obtainable on PTI Movies – https://t.co/n147TvrpG7) pic.twitter.com/yXgwdbECnW
— Press Belief of India (@PTI_News) May 30, 2026
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ચુરુમાં વિનાશક ધૂળની આંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિશાળ ધૂળના વાદળો સમગ્ર વિસ્તારને ઘેરી લેતા જોવા મળે છે, જેના કારણે દિવસ દરમિયાન પણ વાતાવરણ રાત જેવું બની ગયું છે.
બંગાળના સોનારપુરમાં ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો, પત્થર-ઇંડા ફેકાયા
પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ભારે વાવાઝોડા અને વરસાદનો સમયગાળો ચાલુ રહેશે, અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે.
