મુંબઈમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પર પોલીસની કાર્યવાહી, 400-500 અજાણ્યા લોકો સહિત આયોજકો સામે FIR

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Shivaji Park Protest : મુંબઈ પોલીસે 2 ઓક્ટોબરે શિવાજી પાર્કમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના વિરોધ પ્રદર્શનના સંબંધમાં આયોજકો અને 400-500 અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે ભેગા થવા સહિતના ગુનાઓ માટે ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે શિવાજી પાર્ક વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને વધુ તપાસ ચાલી રહી છે.

સીજેપીએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)માં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. CJP આને લઇને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે શુક્રવારે શિવાજી પાર્કમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પોલીસે પરવાનગી આપી ન હતી

મુંબઈ પોલીસે શિવાજી પાર્કમાં વિરોધ પ્રદર્શન યોજવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસે જોર શોરથી થતા અવાજના કારણે ધ્વનિ પ્રદુષણ, ટ્રાફિક જામને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ અભિજિત દીપકેએ ‘જેલ ભરો આંદોલન’નું આહ્વાન કર્યું હતું અને પ્રદર્શનકારીઓને મુંબઈના શિવાજી પાર્કમાં એકઠા થવા જણાવ્યું હતું.

સ્થાનિક રહેવાસી અને એડવોકેટ સિદ્ધિ દેવલેકરે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં સીજેપીના કાર્યકર્તાઓ અભિજીત દીપકે, આશુતોષ રાંકા, સૌરવ દાસ અને રત્ના સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે પરવાનગી ન મળવા છતાં તેઓએ શિવાજી પાર્કમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સિદ્ધિ દેવલેકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સીજેપીના નેતા અભિજીત દીપકે, આશુતોષ રાંકા, સૌરવ દાસ અને રત્ના સિંહ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીએ બોમ્બે હાઈકોર્ટના 4 જાન્યુઆરી, 2013 ના પીઆઈએલ 116/2009 ના ચુકાદા અને ત્યારબાદના મહારાષ્ટ્ર સરકારના આદેશનો પણ ઉલ્લેખ કર્યો છે.

દેવલેકરે આરોપ લગાવ્યો કે જે લોકો બંધારણ માટે લડવાનો દાવો કરી રહ્યા છે તે જ બોમ્બે હાઈકોર્ટના અધિકારને પડકારી રહ્યા છે. તેમણે કહ્યું કે કોઈ વિચારધારા, કોઈ રાજકીય અભિયાન અને વ્યક્તિ બંધારણ અને કાયદાથી ઉપર નથી. ફરિયાદીએ કહ્યું કે આ વિરોધ બોમ્બે હાઈકોર્ટનું અપમાન છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *