નશામાં ધૂત રિક્ષા ચાલકે અનેકને અડફેટે લીધા!

નશામાં ધૂત રિક્ષા ચાલકે અનેકને અડફેટે લીધા!

વર્લ્ડ WORLD
Spread the love



સુરતના યોગીચોક વિસ્તારમાં શુક્રવારે રાત્રે હોબાળો મચી ગયો. રાત્રે અંદાજે સાડા અગિયાર વાગ્યે દારૂના નશામાં ધૂત એક રિક્ષા ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી 2થી 3 લોકોને અડફેટે લીધા. અકસ્માત બાદ માફી માંગવાને બદલે રિક્ષા ચાલકે દાદાગીરી કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. નશામાં ધૂત રિક્ષા ચાલકે રાહદારીઓને ટક્કર માર્યા બાદ જાહેરમાં અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું. રિક્ષા ચાલકના અસભ્ય વર્તનથી રોષે ભરાયેલા ટોળાએ તેને પકડી પાડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો. ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટતા ટ્રાફિક જામ થઈ ગયો. પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. પોલીસે દારૂડિયા રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *