મનોરંજન ન્યૂઝ | 2002 માં રિલીઝ થયેલ દેવદાસ ફિલ્મનું આઇકોનિક ગીત “ડોલા રે ડોલા” (Dola Re Dola) આજે પણ હિન્દી સિનેમાના સૌથી યાદગાર નૃત્ય ગીતોમાંનું એક માનવામાં આવે છે. માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય બચ્ચનની આકર્ષક કેમેસ્ટ્રી અને એક્સપ્રેશનએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ડોલા રે ડોલા ગીતના શૂટિંગ અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્વર્ગસ્થ કોરિયોગ્રાફર સરોજ ખાનની ટીમમાં કામ કરનારી રૂબીના ખાને ખુલાસો કર્યો કે ગીતના શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિત પ્રેગેન્ટ હતી અને ખૂબ તાવ હોવા છતાં શૂટિંગ ચાલુ રાખ્યું હતું.આવું થયું છતાં તેણે ક્યારેય કોઈપણ સ્ટેપમાં કોઈ ફેરફાર કરવા કહ્યું નહીં અને સંપૂર્ણ સમર્પણ સાથે શૂટિંગ પૂર્ણ કર્યું હતું.
ડોલા રે ડોલા શુટિંગ વખતે શું થયું?
રૂબીના ખાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે “ડોલા રે ડોલા” નું શૂટિંગ 17 દિવસ ચાલ્યું હતું, જ્યારે રિહર્સલ લગભગ એક મહિના સુધી ચાલ્યું હતું. તેણીએ કહ્યું કે માધુરી અને ઐશ્વર્યા બંનેએ અલગથી રિહર્સલ કર્યું હતું.
ગીતમાં એક ચોક્કસ સ્ટેપ હતો જેના કારણે માધુરીને પાછળ ફરીને બેસવું પડતું હતું, પરંતુ તેની પ્રેગ્નેન્સીને કારણે, તેને ચક્કર આવતા હતા. આ જ શોટ સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ઘણી વખત લેવામાં આવ્યો હતો. રૂબીનાના જણાવ્યા મુજબ, તે સમયે માધુરીને પણ તાવ આવ્યો હતો, પરંતુ તેણે ક્યારેય ફરિયાદ કરી ન હતી. તે સરોજ ખાનના દરેક સ્ટેપને સંપૂર્ણ ઇમાનદારીથી કરવા માંગતી હતી.
સરોજ ખાનને પણ દુખાવો થતો હતો, છતાં તે સેટ છોડીને ન ગઈ. રૂબીના ખાને એ પણ ખુલાસો કર્યો કે શૂટિંગ દરમિયાન સરોજ ખાન પોતે ખૂબ બીમાર હતી. આમ છતાં, તે સેટ પર હાજર રહી, ફ્લોર પર સૂઈને પણ કલાકારોને ડાન્સ સ્ટેપ્સ સમજાવતી. ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ એક જૂના ઇન્ટરવ્યુમાં પણ ખુલાસો કર્યો હતો કે “દેવદાસ” રિલીઝ થઈ તે દિવસે સરોજ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ અને ઐશ્વર્યા રાય તેમની મુલાકાત લીધી હતી.
બેભાન અવસ્થામાં પણ, સરોજ ખાનનો પહેલો પ્રશ્ન એ હતો કે શું દર્શકોએ “ડોલા રે ડોલા” પર પૈસાનો વરસાદ કર્યો હતો. ભણસાલીએ આનું કારણ તેમના કામ પ્રત્યેના જુસ્સાને ગણાવ્યું હતું.
Peddi Trailer। પેડ્ડી ટ્રેલર રિલીઝ, રામ ચરણ અને જાન્હવી કપૂર અભિનીત એકશન સ્પોર્ટ્સ મુવી આ તારીખે થશે રિલીઝ, જુઓ ટ્રેલર
ભણસાલી પર ‘રામ ચાહે લીલા’ બનાવવાનો આરોપ હતો. જોકે, સરોજ ખાન અને સંજય લીલા ભણસાલીના સંબંધો હંમેશા સારા નહોતા. 2013 માં, સરોજ ખાને રામલીલા ફિલ્મના ગીત “રામ ચાહે લીલા” અંગે ભણસાલી પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
તેણે દાવો કર્યો હતો કે ગીતમાં તેની કોરિયોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણીને ન તો પૈસા આપવામાં આવ્યા હતા કે ન તો શ્રેય આપવામાં આવ્યો હતો. સરોજ ખાને આરોપ લગાવ્યો હતો કે ગીતનો શ્રેય ખોટી રીતે કોરિયોગ્રાફર વિષ્ણુ દેવાને આપવામાં આવ્યો હતો. દરમિયાન, ભણસાલી વારંવાર સરોજ ખાનને ભારતીય સિનેમાના મહાન કોરિયોગ્રાફરોમાંના એક તરીકે વર્ણવી ચૂક્યા છે.
