Indian pilot Smit Machchhar : દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં કો-પાયલોટ દ્વારા કરવામાં આવેલા હુમલા દરમિયાન મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે. શનિવારે UAE ના નાયબ વડા પ્રધાન અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મકતૂમે અબુ ધાબીમાં તેમની સાથે મુલાકાત કરી હતી. તેમણે સ્મિત મચ્છરની હિંમત અને જવાબદારીની પ્રશંસા કરી અને કહ્યું હતું કે UAE ને તેના પર ગર્વ છે.
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને શું કહ્યું
શેખ હમદાને આ મુલાકાત પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી. તેમાં તેમણે કહ્યું કે સ્મિત મચ્છરે બહાદુરી, જવાબદારી અને માનવ જીવનની ચિંતા કરવાનું ઉદાહરણ પુરું પાડ્યું છે. તેમણે યુએઈના નેતૃત્વ તરફથી પણ સ્મિતની પ્રશંસા કરી હતી. શેખ હમદાને લખ્યું કે તેમને ગર્વ છે કે સ્મિત મચ્છર તેમની ટીમ અને દેશની કહાનીનો ભાગ છે. તેમણે યુએઈને એક એવો દેશ ગણાવ્યો જે કરુણા, શાંતિ અને માનવ જીવનને સૌથી વધુ મૂલ્ય આપે છે.
ઘટના ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073 માં બની હતી
આ ઘટના 30મી તારીખે ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073 માં બની હતી. વિમાન દુબઈથી તેલ અવીવ જઈ રહ્યું હતું અને તેમાં 174 મુસાફરો સવાર હતા. આ દરમિયાન ઓમાનના કો-પાયલટે કોકપીટમાં સ્મિત મચ્છર પર ક્રેશ એક્સ (કુહાડી) થી હુમલો કર્યો હતો. ત્યારબાદ તેણે વિમાન પર કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં સ્મિત મચ્છર હિંમત હાર્યો નહીં. તેણે કોકપીટનો દરવાજો ખોલ્યો અને મદદ માટે બૂમ પાડી. ત્યારબાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ આવી પહોંચ્યા હતા અને હુમલાવરને કાબુમાં કર્યો હતો.
Throughout a go to to Captain Smit Machchhar… the flydubai pilot who embodied the best levels of braveness, accountability, and take care of human life.
From us, and from the management of the nation, he has our full appreciation and reward.
We’re proud that he’s a part of our… pic.twitter.com/QgpQxdcK5C
— Hamdan bin Mohammed (@HamdanMohammed) October 3, 2026
‘અમને બધાને હનુમાનજી એ બચાવ્યા’, પીએમ મોદી સાથે વાત કરતી વખતે ભાવુક થયો ‘સુપરહીરો’ સ્મિત મચ્છર
સ્મિત મચ્છર પર કો-પાયલોટ હમામ અલ-હમામીએ હુમલો કર્યો હતો
ફ્લાયદુબઈ ફ્લાઇટ નંબર FZ1073 ના હાઇજેકના પ્રયાસ દરમિયાન ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર સહ-પાયલોટની ઓળખ જાહેર કરવામાં આવી છે. CNN ના અહેવાલ મુજબ, ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાયલોટની ઓળખ હમામ અલ-હમામી તરીકે કરવામાં આવી છે, જે ઓમાની નાગરિક છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અગાઉ તેની નાગરિકતાની પુષ્ટિ કરી હતી.
