સુરતના ડીંડોલી વિસ્તારમાં જાહેરમાં હથિયારો બતાવી સુલેહ-શાંતિનો ભંગ કરનારા અસામાજિક તત્વો સામે ડીંડોલી પોલીસે લાલ આંખ કરી છે. ગત 30 ઓગસ્ટ 2026 ની રાત્રે બનેલી ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડી જેલભેગા કર્યા છે અને કાયદાનું ભાન કરાવ્યું છે.
ડીંડોલી પોલીસની કડક કાર્યવાહી
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. 30/08/2026ની રાત્રે કેટલાક ઇસમોએ જાહેરમાં હથિયારો સાથે સુલેહ-શાંતિનો ભંગ કર્યો હતો. આ ઘટનાની ફરિયાદ બાદ ડીંડોલી પોલીસે તાત્કાલિક ધોરણો CCTV ફૂટેજ તપાસ્યા હતા અને તેના આધારે ઝડપી તપાસ હાથ ધરી હતી. જે બાદ ડીંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/09/01/surat-dindoli-police-arrest-anti-social-elements-news-2026-09-01-18-12-20.jpg)
આ પણ વાંચો: ઉનાઈ માતાજી મંદિરના ગરમ પાણીના કુંડમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનું મોજું
પકડાયેલા આરોપીઓ
- અક્ષય તુકારામ સોનવણે, ઉં.વ. 23
- તુષાર ઉર્ફે ખ્વાજા દિલીપ ગાંગુડે, ઉં.વ. 23
- પિન્ટુ બલેશ્વરસિંગ રાજપુત, ઉં.વ. 34
- શુભમ ઉર્ફે માલ્યા દિપક ચૌહાણ, ઉં.વ. 20
- ગોલુ હરી બંજારા, ઉં.વ. 20
- સુમીત અશોક કામલે, ઉં.વ. 21
આ તમામ આરોપીઓ સામે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં GP Act કલમ 135 હેઠળ અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. જોકે હાલમાં જાહેરમાં હથિયારો સાથે શાંતિ ભંગ કરનારાઓ સામે ડીંડોલી પોલીસની ત્વરિત કાર્યવાહી કરી ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
