Netherlands Return Chola Period Copper Plates To India: નેધરલેન્ડે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપિયન યાત્રા દરમિયાન 11મી સદીના ચોલા સામ્રાજ્ય કાળના દુર્લભ તામ્ર પત્રનું કલેક્શન ઔપચારિક રીતે ભારતને પરત કર્યો હતો. યુરોપમાં ‘લીડન પ્લેટ્સ’ તરીકે ઓળખાતી આ કલાકૃતિઓ ચોલા સામ્રાજ્યના સૌથી ઐતિહાસિક રીતે મૂલ્યવાન હયાત રેકોર્ડ્સમાંની એક છે. ભારત 2012 થી તે પરત આપવાની માંગ કરી રહ્યું છે.
વડા પ્રધાન મોદી શુક્રવારે યુનાઇટેડ આરબ અમીરાતમાં રોકાયા બાદ નેધરલેન્ડ પહોંચ્યા હતા. પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં ચોલા સામ્રાજ્ય કાળના તામ્ર પત્રો ભારતમાં પરત કરવાની જાહેરાત કરી હતી.
પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી
પીએમ મોદીએ લખ્યું, ‘દરેક ભારતીય માટે ખુશીની ક્ષણ! 11મી સદીના ચોલા તામ્ર પત્ર નેધરલેન્ડથી ભારત પરત લાવવામાં આવશે. પ્રધાનમંત્રી રોબ જેટનની હાજરીમાં હું સમારોહમાં આવ્યો હતો. ચોલા કાળના તામ્ર પાત્રોમાં 21 મોટી અને 3 નાની પ્લેટોનો સમાવેશ થાય છે, જેમા મોટે ભાગે તમિલ ભાષામાં લખવામાં આવ્યું છે, જે વિશ્વની સૌથી સુંદર ભાષાઓમાંની એક છે. આ તામ્ર પત્ર મહાન રાજેન્દ્ર ચોલા પ્રથમ સાથે જોડાયેલી છે, જેમણે તેમના પિતા રાજરાજા પ્રથમે આપેલા મૌખિક વચનને ઔપચારિક સ્વરૂપ આપ્યું હતું. આ ચોલાઓની મહાનતાને પણ પ્રતિબિંબિત કરે છે. આપણને ભારતીય ચોલાઓ, તેમની સંસ્કૃતિ અને તેમની દરિયાઈ શક્તિ પર ખૂબ ગર્વ છે. હું નેધરલેન્ડની સરકાર અને ખાસ કરીને લીડન યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કરું છું, જ્યાં આ તામ્ર પત્ર 19મી સદીના મધ્યભાગથી રાખવામાં આવ્યા હતા.”
இந்தியர் அனைவருக்கும் ஒரு மகிழ்ச்சிகரமான தருணம்!
11-ம் நூற்றாண்டைச் சேர்ந்த சோழர்கால செப்பேடுகள், நெதர்லாந்தில் இருந்து இந்தியாவிற்குத் திரும்பவும் கொண்டுவரப்பட இருக்கின்றன. இது தொடர்பான விழாவில் பிரதமர் ராப் ஜெட்டன் அவர்களுடன் இணைந்து பங்கேற்றேன்.
சோழர் கால செப்பேடுகள், 21… pic.twitter.com/af4NWacMwt
— Narendra Modi (@narendramodi) May 16, 2026
આ તામ્ર પત્રો સમ્રાટ રાજરાજા ચોલા પ્રથમના શાસનકાળની છે. તેમણે ઈ.સ. 985 અને 1014 દરમિયાન શાસન કર્યું હતું. ઇતિહાસકારો તેમને ભારતની બહાર સચવાયેલા તમિલ વારસાના સૌથી મહત્વપૂર્ણ નમૂનાઓમાંના એક માને છે. આ સંગ્રહમાં લગભગ 30 કિલો વજનની 21 તામ્ર પત્રોનો સમાવેશ થાય છે. તે ચોલાની રાજાશાહી મોહર ધરાવતી એક કાંસાની વીંટી દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. શિલાલેખોનો એક ભાગ સંસ્કૃતમાં છે, જ્યારે બીજો ભાગ તમિલમાં છે.
આ પણ વાંચો | NEET કેસ: NTA ના પેપર સેટર અને ટ્રાન્સલેટર CBIની રડારમાં
ચોલા કાળના તામ્ર પત્ર નેધરલેન્ડ્સ કેવી રીતે પહોંચ્યા?
ચોલા સામ્રાજ્ય કાળના આ તામ્ર પત્રો 1700 મી સદીમાં ફ્લોરેન્ટિયસ કેમ્પર દ્વારા નેધરલેન્ડ્સમાં લાવવામાં આવી હતી. દાયકાઓથી, આ કલાકૃતિઓ નેધરલેન્ડ્સમાં સલામત સ્થળો પર સંગ્રહિત કરવામાં આવી હતી અને વિનંતી પર મુખ્યત્વે શિક્ષણવિદો અને સંશોધકો માટે ઉપલબ્ધ હતી. સમય જતાં, આ ઇતિહાસકારો અને તમિલ શિલાલેખશાસ્ત્રીઓમાં પ્રખ્યાત થઇ.
