ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ગુજરાતના પ્રકૃતિના અદભુત નજારાઓ ખીલી ઉઠ્યા છે. રાજ્યના ભવ્ય અને પ્રખ્યાત ધોધ સક્રિય થતાં જ પ્રકૃતિપ્રેમીઓ માટે વીકેન્ડ માણવાના ઉત્તમ સ્થળો તૈયાર થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના પ્રખ્યાત ધોધ અત્યારે પોતાના પૂર્ણ વેગ સાથે વહી રહ્યા છે.
1. ગીરા ધોધ: ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાનો પ્રખ્યાત ગીરા ધોધ જીવંત બને છે. પહાડો પરથી પડી રહેલુ પાણીનો ખીલખીલાટનો અનોખો નજારો જોવા અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/09/gira-dhodh-gujarat-2026-07-09-21-51-34.jpg)
2. સાપુતારામાં ગીરમાળ ધોધ: સાપુતારા નજીક આવેલો ગીરમાળ ધોધ પણ ચોમાસામાં જીવંત બને છે. આ ધોધ આહવામાં સુબીર ગામ નજીક આવેલો છે. પ્રકૃતિનો નજારો માણવા અહી પણ પ્રવાસીઓ પહોચે છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/09/saputara-dhodh-gujarat-2026-07-09-21-52-13.jpg)
3. બરડા ધોધ: ડાંગ જિલ્લાના મુખ્ય મથક તરીકે જાણીતા આહવાથી મહાલ તરફ જતાં 10 કિલોમીટર દૂર આ ધોધ જોવા મળે છે. જ્યાંથી માત્ર 30 મિનિટનો રસ્તો છે. ચનખલ ગામથી પણ અહીં જઇ શકાય છે. ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે ખેતરોમાં પંગદડીના માર્ગે ચાલતા જવું પડે છે.
કુદરતની અનોખી રચના એટલે ગુજરાતના સ્વર્ગસમા ડાંગનો બરડા ધોધ..#Gujarat#dang#Bardadodh#MyGovGujarat#Naturepic.twitter.com/rXijFcuz6Z
— MyGovGujarat (@MyGov_Gujarat) July 8, 2026
4. શંકર ધોધ: વલસાડ જિલ્લામાં આવેલા અનેક ધોધ વર્ષા ઋતુમાં સક્રિય થઈ જાય છે. ધરમપુર તાલુકામાં આવેલા અનેક ધોધ પણ સક્રિય થયા છે. અવિરત વરસાદ પડવાના કારણે અહીં શંકર ધોધ સક્રિય થાય છે.
5. વાંગણ વોટરફોલ: વાંગણ ધોધ વાંસદાના વાંઘણ ગામમાં આવેલો છે જે ખુબ જ સુંદર પણ છે. લોકો આ જગ્યાએ ખુબ મજા કરે છે. અહીં ઉપરની તરફ એક બીજો વોટરફોલ પણ છે. એટલે કે તમે બન્ને વોટરફોલમાં મસ્તી કરી શકો છો. ચોમાસામાં આ જગ્યાએ જોવાલાયક છે.
આ પણ વાંચો: ચોમાસામાં અમદાવાદ નજીક ફરવા માટેના 5 બેસ્ટ સ્થળો, અદ્ભુત વીકએન્ડ ટ્રીપ પ્લાન કરો
વર્ષ 2026 ના આ ચોમાસામાં જો તમે પણ કુદરતની નજીક સમય વિતાવવા માંગતા હોવ તો આ વીકેન્ડ પર જ પરિવાર અથવા મિત્રો સાથે ગુજરાતના આ સુંદર જળધોધની મુલાકાતનું પ્લાનિંગ કરી શકો છો.
