ગુજરાતમાં ચોમાસાની દસ્તક! વલસાડના ઉમગામમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

ગુજરાતમાં ચોમાસાની દસ્તક! વલસાડના ઉમગામમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat right this moment Rain updates: દેશમાં ચોમાસું જામી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ મેઘાની ધીમે ધીમે એન્ટ્રી થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પગપેસારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કૂલ 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં નોંધાયો હતો. 

24 કલાકમાં ઉમરગામમાં 4.33 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 23 જૂન 2026, સવારે 6 વાગ્યાથી લઈને 24 જૂન 2026 સવારે 6 વાગ્યા દરમિયાન 24 કલાકના સમયગાળામાં રાજ્યમાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ 29 તાલુકા મોટાભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છે. આ દરમિયાન વલસાડના ઉમરગામ તાલુકામાં 4.33 ઈંચ વરસાદ નોંધાયો હતો 

આ ઉપરાંત 29 તાલુકામાંથી 5 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી લઈને 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગ આહવામાં 3.07 ઈંચ, ગોંડલમાં 2.13 ઈંચ, કપરાડામાં 1.46 ઈંચ, વાપીમાં 1.42 ઈંચ અને ઉકાઈમાં 1.10 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

તાલુકો

વરસાદ(ઈંચમાં)

ઉમરગામ

4.33

ડાંગ-આહવા

3.07

ગોંડલ

2.13

કપરાડા

1.46

વાપી

1.42

ઉકાઈ

1.1

કોટડા સંગાની

0.79

સાગબારા

0.75

જાંબુગોડા

0.51

ક્વાંટ

0.51

રાનપુર

0.31

માંડવી

0.31

સુબિર

0.28

વલસાડ

0.24

અરેઠ

0.24

ચીખલી

0.24

ઉમરપાડા

0.2

ગણદેવી

0.2

સાવરકુંડલા

0.2

સોનગઢ

0.12

પારડી

0.12

નવસારી

0.12

નાનાપોંઢા

0.12

જલાલપોર

0.08

બોટાદ

0.08

ઉચ્છલ

0.04

જેતપુર પાવી

0.04

જાફરાબાદ

0.04

આજે કેવું રહેશે હવામાન?

ઉત્તર ગુજરાત પ્રદેશના ક્ષેત્રના જિલ્લાઓ જેમ કે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. 

દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં થોડા સ્થળોએ સામાન્ય વરસાદની શક્યતા છે. 

આ પણ વાંચોઃ- સુરતના વૃદ્ધ દંપતીએ ઈચ્છા મૃત્યુની માંગ કરી, અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા

આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ત્યાં જ ઉત્તર ગુજરાત ક્ષેત્ર અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *